નવી દિલ્હીઃ દિલ્હીમાં કોરોનાથી સંક્રમીત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સાથે સાથે સંક્રમીત લોકોના સંપર્કમાં આવનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે ગીચ વસ્તીવાળા ઘણા એવા વિસ્તાર છે જ્યાં મોટા પાયે તપાસ કરવાની જરૂર છે. જેથી આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને હવે દિલ્હી સરકાર પગલા ભરવા જઇ રહી છે.
કેન્દ્ર સરકારે દિલ્હીને 42 હજાર રેપિડ ટેસ્ટ કીટ આપી
દિલ્હીમાં કોરોનાથી સંક્રમીત લોકોની સંખ્યા સતત વધી રહી છે. સાથે સાથે સંક્રમીત લોકોના સંપર્કમાં આવનારાઓની સંખ્યામાં પણ વધારો થઇ રહ્યો છે. ત્યારે ગીચ વસ્તીવાળા ઘણા એવા વિસ્તાર છે જ્યાં મોટા પાયે તપાસ કરવાની જરૂર છે. જેથી આ જરૂરીયાતને ધ્યાનમાં રાખીને હવે દિલ્હી સરકાર પગલા ભરવા જઇ રહી છે.
દિલ્હી સરકારને ઝડપી પરીક્ષણ માટે જરૂરી રેપિડ ટેસ્ટ કીટ કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવી છે. રાજ્યના આરોગ્ય પ્રધાન સત્યેન્દ્ર જૈને શનિવારે મીડિયાને જણાવ્યુ હતું કે કેન્દ્ર સરકાર તરફથી અમને 42 હજાર રેપિડ ટેસ્ટ કીટ મળી છે અને અમે તે કીટને મેડિકલ સ્ટાફને ટ્રેનિંગ માટે આપી છે. ટ્રેનિંગ પછી તરત જ ટેસ્ટ શરૂ કરવામાં આવશે. અને તેમણે વધુમાં જણાવ્યું કે સૌથી પહેલા હૉટ સ્પૉટ્સ વિસ્તારમાંથી પરિક્ષણ શરૂ કરવામાં આવશે. રાજ્યમાં અત્યાર સુધીમાં 68 જેટલા વિસ્તારોને હૉટસ્પૉટ્સ જાહેર કરાયા છે. અને આ તમામ વિસ્તારોમાં રેપિડ ટેસ્ટ કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે દિલ્લીમાં અત્યાર સુધીમા કોરોનાના 1767 કેસો સામે આવ્યા છે. જેમાથી 17 એપ્રિલના રોજ નવા 67 કેસો આવ્યા છે.