આપને જણાવી દઈએ કે, ભાજપના નેતા અને વકીલ અશ્વિની ઉપાધ્યાયે એક અરજીમાં કહ્યું હતું કે, એક થી વધારે સીટ પર લડતા ઉમેદવારો પર રોક લગાવામાં આવે.
બે સીટ પર ચૂંટણી લડવાની વિરુદ્ધની અરજી પર હમણા સુનાવણી નહી થાય - sc
ન્યૂઝ ડેસ્ક: એક જ ઉમેદવારને બે સીટ પરથી ચૂંટણી લડતા રોકવા માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે જલ્દી સુનાવણી કરવાની ના પાડી દીધી છે. આ અગાઉ ચૂંટણી પંચે પણ એક જ સીટ પરથી ચૂંટણી લડવાની અરજી પર સમર્થન આપ્યું છે.
આ અંગે સુપ્રીમ કોર્ટે સરકાર અને ચૂંટણી પંચને પોતાનો જવાબ આપવા કહ્યું હતું. તો આ અંગે ચૂંટણી પંચે જવાબ આપતા કહ્યું કે, એક સીટ છોડી દેવી મતદારો સાથે અન્યાય થયો બરાબર ગણાશે. જેને લઈ આર્થિક ભાર પણ વધશે. સાથે સાથે ચૂંટણી પંચે એવું પણ કહ્યું હતું કે, ફરી વાર જે ચૂંટણી લડાય તેનો ખર્ચો પણ ઉમેદવાર પાસેથી લેવામાં આવે.
ચૂંટણી પંચે કહ્યું હતું કે, 2004ના ચૂંટણી સુધારા કાયદામાં સંશોધન થવું જોઈએ તથા એકથી વધારે સીટ પર લડતા ઉમેદવાર પર રોક લગાવી જોઈએ. જો કે, સરકારે આ અરજીનો વિરોધ કરતા નિયમોનું સમર્થન કર્યું હતું.સરકારે સમર્થન કરતા કહ્યું હતું કે, આ નિયમથી ઉમેદવાર વધારે સારો વિકલ્પ મળી રહે છે, તથા તે લોકતાંત્રિક વ્યવસ્થાને અનુરુપ છે.