ગુજરાત

gujarat

By

Published : Jun 29, 2020, 8:46 AM IST

ETV Bharat / bharat

ઈરાનમાં ફસાયેલા લોકોને ભારત પરત લાવવા શશિ થરુરે વિદેશ પ્રધાનને લખ્યો પત્ર

કોંગ્રેસ સાંસદ શશિ થરુર અને સીપીઆઈના બિનોય વિશ્વમે વિદેશ પ્રધાન એસ જય શકંરને અલગ અલગ પત્ર લખી ઈરાનમાં ફસાયેલા 26 ભારતીયોને સ્વદેશ પરત લાવવા આગ્રહ કર્યો છે.

Shahi Tharoor, Etv Bharat
Shahi Tharoor

નવી દિલ્હીઃ કોંગ્રેસ સાંસદ શશિ થરુર અને સીપીઆઈના બિનોય વિશ્વમે વિદેશ પ્રધાન એસ જય શકંરને અલગ અલગ પત્ર લખી ઈરાનમાં ફસાયેલા 26 ભારતીયોને સ્વદેશ પરત લાવવા આગ્રહ કર્યો છે.

બે મહિના કરતાં પણ વધારે સમયથી કેરળ અને તમિલનાડુના લગભગ 26 લોકો ઈરાનમાં ફસાયા છે. આ નાગરિકોને સ્વદેશ પરત લાવવા માટે બંને નેતાઓએ અલગ અલગ પત્ર લખી વિદેશ પ્રધાનને ભલામણ કરી છે.

પત્રમાં લખવામાં આવ્યું છે કે વંદે માતરમ મિશન અંતર્ગત એક જહાજ ઈરાનથી ભારતીય નાગરિકોને પરત લાવી રહ્યું હતું. પંરતુ આ 26 લોકોના નામ તે જહાજમાં સવાર લોકોની યાદીમાં નહોતા. તેથી તેઓ હજી ઈરાનમાં જ ફસાયેલા છે. આ પત્રમાં આ 26 લોકોને પરત લાવવા અંગે વિદેશ પ્રધાનને આગ્રહ કરવામાં આવ્યો છે.

કોરોના વાઈરસને કારણે અનેક ભારતીય લોકો વિદેશમાં ફસાયા હતા. જેમાંથી મોટા ભાગના લોકોને સરકાર દ્વારા સ્વદેશ પરત લાવવામાં આવ્યાં હતા અને હજી પણ લાવવામાં આવી રહ્યાં છે.

ABOUT THE AUTHOR

...view details