શ્રીનગર: જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં બુધવારે સાંજે શંકાસ્પદ આતંકવાદીઓએ બે નાગરિકોની ગોળી મારીને હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. દામહલ હંજીપોરામાં થયેલા હુમલામાં મોત થનાર બંને લોકોની ઓળખ ગુલામ હસન વાગે, નિવૃત્ત સરકારી કર્મચારી અને સીરાજ દિન અહમદ તરીકે થઈ છે.
જમ્મુ-કાશ્મીરના કુલગામમાં આતંકીઓનું ફાયરિંગ, 2 નાગરિકની હત્યા - જમ્મુ-કાશ્મીર ન્યૂઝ
જમ્મુ-કાશ્મીરના કુલગામ જિલ્લામાં શંકાસ્પદ આતંકીઓ દ્વારા બે નાગરિકોની હત્યા કરાઈ હતી. જેના પગલે આ વિસ્તારને ઘેરી લેવામાં આવ્યો છે અને હાલ સર્ચ ઓપરેશન ચાલુ છે.
Kulgam
મળતી માહિતી પ્રમાણે, મૃતકોને નજીકની રેન્જમાં મુકવામાં આવ્યાં હતાં. તેમને ગંભીર ઈજાઓ પહોંચી હોવાથી બાદમાં મોત થયુ હતું, જ્યારે ડૉકટર્સે હોસ્પિટલમાં મૃત જાહેર કર્યાં હતાં.
હાલ, પોલીસે ઘટના સ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે તમામ વિસ્તારને ઘેરી લઈ એક સર્ચ ઓપરેશન શરૂ કર્યું છે.