બડગામ : જમ્મુ-કાશ્મીરના બડગામના ચરાર-એ-શરીફ વિસ્તારમાં સોમવારે સાંજે શરૂ થયેલો એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે એક આતંકવાદી માર્યો ગયો હતો.
જમ્મુ કાશ્મીરના બડગામમાં સેના અને આતંકીઓ વચ્ચે અથડામણ, સર્ચ ઓપરેશન શરૂ - અથડામણ
જમ્મુ-કાશ્મીરના બડગામના ચરાર-એ-શરીફ વિસ્તારમાં સોમવારે સાંજે શરૂ થયેલું એન્કાઉન્ટર હજુ પણ ચાલુ છે. સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચે ચાલી રહેલા એન્કાઉન્ટરમાં મંગળવારે સવારે એક આતંકવાદી માર્યો ગયો હતો.
જમ્મુ-કાશ્મીર
સોમવારે સાંજે સુરક્ષા દળોએ ચરાર-એ-શરીફ વિસ્તારને ઘેરી લીધો હતો અને આ વિસ્તારમાં કેટલાક આતંકવાદીઓને છુપાવ્યા હોવાની બાતમી મળ્યા બાદ આતંકવાદીઓની શોધખોળ કરવામાં આવી રહી છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ગઈકાલે સાંજે અંધારી થઇ જતા ઓપરેશન બંધ કરી દેવામાં આવ્યું હતી.મંગળવારે સવારે ફરી ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું. ગઈકાલે પ્રારંભિક એન્કાઉન્ટરમાં એક જવાન પણ ઘાયલ થયો હતો, જેને બાદમાં 92 બેઝ હોસ્પિટલમાં દાખલ કરાયો હતો.