ગુજરાત

gujarat

ETV Bharat / bharat

શોપિયામાં આતંકીઓએ 2 ટ્રક ડ્રાઈવરની હત્યા કરી, સફરજન ભરેલા ટ્રકમાં લગાવી આગ - સફરજનથી ભરેલા વાહનમાં આગ

શ્રીનગર: જમ્મુ- કાશ્મીરના શોપિયો જિલ્લામાં આતંકવાદીઓએ ટ્રક ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. જેમાં રાજસ્થાનના એક ડ્રાઈવરનું મોત થયું છે. માહિતી અનુસાર ગત્ત 14 મહિનામાં આ ત્રીજી ઘટના છે. જેમાં આતંકવાદીઓએ ટ્રક ડ્રાઈવર પર હુમલો કર્યો હોય. તેમજ આતંકીઓએ સફરજનથી ભરેલા વાહનમાં આગ લગાવી હતી.

etv bharat

By

Published : Oct 25, 2019, 1:40 PM IST

આ હુમલામાં પંજાબ અને રાજસ્થાનના ટ્રકને નિશાને બનાવવામાં આવ્યો હતો. બંને ટ્રક કાશ્મીરથી સફરજન લઈ પરત ફરી રહ્યા હતા. તે દરમિયાન આતંકીઓએ ટ્રક ડ્રાઈવર પર હુમલો કર્યો હતો. અને તેમની હત્યા કરી હતી. ત્યારબાદ આતંકીઓએ બંને ટ્રકમાં આગ ચાપી હતી.આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

શોપિયામાં આતંકીઓએ 2 ટ્રક ડ્રાઈવરની હત્યા કરી

ABOUT THE AUTHOR

...view details