પુલવામા ખાતે સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે ગોળીબાર ચાલુ છે, સેનાએ આંતકીઓનો ઘેરાવ કરી લીધો હોવાનો માહિતી મળી રહી છે. જેમાં સેનાએ એક આતંકીને મોતને ઘાટ ઉતારવામાં આવ્યો છે.
પુલવામામાં સુરક્ષાદળ અને આંતકીઓ વચ્ચે અથડામણ, એક આતંકી ઠાર - JAMMU
શ્રીનગરઃ જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લાના ત્રાલના જંગલ વિસ્તારોમાં બુધવારે સુરક્ષાબળો અને આતંકવાદીઓ વચ્ચે અથડામણ શરૂ થઈ છે. આંતવાદીયઓના છુપાયેલા હોવાની માહિતી મળતા સુરક્ષાબળોએ ત્રાલના બ્રનપથ્રી જંગલ વિસ્તારમાં તપાસ દરમિયાન ઘેરાવ શરૂ કર્યો છે.
પુલવામામાં સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ શરૂ
પોલીસ સૂત્રોએ આ અંગે જણાવ્યું હતું કે, "સઘન ઘેરાબંદી કર્યા બાદ ત્યાં છૂપાયેલા આંતકવાદીઓએ સુરક્ષાબળો પર ગોળીબાર શરૂ કરી દીધો છે. ત્યારબાદ સુરક્ષાદળો અને આંતકીઓ વચ્ચે અથડામણ હાલ પણ યથાવત્ છે."
Last Updated : Jun 26, 2019, 12:37 PM IST