વડાપ્રધાન મોદીએ બ્રાઝીલની રાજધાની બ્રાસીલિયામાં BRICS સમિટને સંબોધિત કરી. દરમિયાન તેમણે કહ્યું કે, આ સમિટની થીમ નવીન ભવિષ્ય માટે ખૂબ સચોટ આર્થિક વિકાસ છે. તેમણે આગળ કહ્યું કે, ઈનોવેશન આપણા વિકાસનો આધાર બની ગયું છે. માટે, જરૂરી છે કે આપણે ઈનોવેશન માટે BRICS હેઠળ સહકાર મજબુત કરીંએ.
PM મોદીએ કહ્યું કે, આતંકવાદએ દુનિયાની અર્થવ્યવસ્થામાં 1000 અરબ ડોલરનું નુકસાન પહોંચાડ્યું છે.
મોદીના ભાષણના મહત્વના મુદ્દા
હવે આપણે આવનાર 10 વર્ષમાં BRICSની દિશા, તથા પરસ્પર સહયોગને વધારે અસરકારક બનાવવા વિચાર કરવો પડશે. ઘણા વિસ્તારોમાં સફળતા હોવા છતાં, કેટલાક વિસ્તારોમાં પ્રયાસ વધારવા માટેની જરૂર છે.
ભારતમાં અમારી સરકારે સ્વસ્થ ભારત અભિયાન શરૂ કર્યું. હું ઈચ્છું છું કે, આરોગ્યના ક્ષેત્રમાં આપણી વચ્ચે સંપર્ક અને આદાન-પ્રદાન વધારવામાં આવે.
શહેરી વિસ્તારમાં ટકાઉ જળ વ્યવસ્થાપન (sustainable water management) અને સ્વચ્છતા મહત્વપૂર્ણ પડકારો છે. હું ભારતમાં બ્રિક્સ પાણી પ્રધાનની પ્રથમ બેઠક કરવા માટે પ્રસ્તાવ કરૂં છું.
મને આનંદ છે કે, આતંકવાદનો સામનો કરવા માટે બ્રિક્સ રણનીતિઓ (BRICS Strategies for Countering Terrorism) અંગે પ્રથમ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. અમે આશા રાખીએ છીએ કે, આવા પ્રયાસો અને પાંચ કાર્યકારી જૂથોની પ્રવૃત્તિઓ આતંકવાદ અને અન્ય તેની સાથે જોડાયેલા અપરાધો સામે BRICS સલામતી સહકારને વધારશે.
સામાજિક સુરક્ષા સહકાર અને પરસ્પર યોગ્યતાથી આપણા 5 દેશોના લોકોને પરસ્પર મુસાફરી અને કાર્ય માટે વધુ અનુકૂળ વાતાવરણ મળશે.