ગુજરાત

gujarat

ETV Bharat / bharat

બરફની ચાદરમાં ઢંકાયું બદ્રીનાથ, શૂન્યથી નીચે પહોંચ્યું તાપનામ

બદ્રીનાથમાં વધી રહેલી ઠંડીને કારણે યાત્રિકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. રાત્રે બદ્રીનાથમાં તાપમાન શૂન્યથી પણ નીચે પહોંચી રહ્યું છે.

બદ્રીનાથ ધામમાં પડી રહી છો જોરદાર ઠંડી
બદ્રીનાથ ધામમાં પડી રહી છો જોરદાર ઠંડી

By

Published : Oct 31, 2020, 8:34 PM IST

  • બદ્રીનાથ ધામમાં પડી રહી છો જોરદાર ઠંડી
  • રાત્રે તાપમાન શુન્યથી પણ નીચે
  • ઠંડીને કારણે ઝાડ અને છોડ જામી ગયા

ચમોલીઃ બદ્રીનાથ ધામમાં છેલ્લા કેટલાક દિવસોથી જોરદાર ઠંડી પડી રહી છે. રાત્રે અહીંયા તાપમાન શૂન્યથી નીચે પહોંચી રહ્યું છે. ધામ નજીક અનેક જગ્યાએ પુલ પણ જામી ગયા છે.

બદ્રીનાથ ધામમાં પડી રહી છો જોરદાર ઠંડી

ઠંડીના કારણે સામાન્ય જીવન અસ્ત-વ્યસ્ત

ઠંડી વધવાને કારણે યાત્રીઓને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. સવાર-સાંજ ધામમાં ઠંડીના કારણે સામાન્ય જીવન અસ્ત-વ્યસ્ત થઈ રહ્યું છે.

ધામમાં નેત્ર તળાવ પણ જામી ગયું

બદ્રીનાથ ધામમાં ઠંડીને કારણે ઝાડ અને છોડ જામી ગયા છે. આ સાથે ધામમાં નેત્ર તળાવ પણ જામી ગયું છે. મેદાની વિસ્તારમાંથી ધામમાં આવતા યાત્રાળુઓને ભારે ઠંડીનો અહેસાસ થઇ રહ્યો છે. ઠંડીને ધ્યાનમાં રાખીને બદ્રીનાથ નગર પંચાયત દ્વારા મુખ્ય સ્થળોએ બોનફાયરની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.

ABOUT THE AUTHOR

...view details