નીલમની સારવાર દિલ્હીની નજીક આવેલા નોઈડા સ્થિત હોસ્પિટલમાં સારવાર ચાલી રહી હતી. તે લગભગ 20 વર્ષથી દૂરદર્શન સાથે જોડાયેલી રહી છે. આ વર્ષે જ માર્ચમાં નીલમને નારી શક્તિ સન્માન આપવામાં આવ્યું છે. દૂરદર્શન પર આવતા કાર્યક્રમો જોઈએ તો 'તેજસ્વી' હોય કે પછી 'બડી ચર્ચા' નીલમે આ તમામ કાર્યક્રમોમાં મહત્વની ભૂમિકા ભજવી છે. નીલમે 1995મા દૂરદર્શનમાં પોતાના કેરીયરની શરૂઆત કરી હતી.
દૂરદર્શનની પ્રખ્યાત એંકર નીલમ શર્માનું નિધન - કેંસર
નવી દિલ્હી: દૂરદર્શનની પ્રખ્યાત એંકર નીલમ શર્મા હવે આપણી વચ્ચે નથી રહી. લાંબા સમયથી કેંસરથી લડી રહેલી નીલમ અંતે હારી ગઈ છે. શનિવારે રાતે તેમનું નિધન થયું છે. નીલમના મોતની ખબર દૂરદર્શને પોતાના ટ્વીટર પર આપી છે.
twitter
દૂરદર્શને પોતાના આધિકારીક ટ્વીટર એકાઉન્ટ પર નીલમના મોત પર દુ:ખ વ્યક્ત કરી શ્રદ્ધાંજલિ આપી છે.