તેલંગાણા: રાજ્યના નાલગોંડા જિલ્લાની એક વિચિત્ર ઘટનામાં એક યુવતિએ બે વાર લગ્ન કર્યા હોવાની વિગતો સામે આવી છે. પ્રથમવાર આ યુવતિએ તેના માતા પિતાએ પસંદ કરેલા યુવક સાથે લગ્ન કર્યા હતા અને બીજીવાર તેના પ્રેમી સાથે લગ્ન કર્યા હતા.
માત્ર 12 કલાકમાં આ યુવતીએ કર્યા બે વાર લગ્ન! - News of Telangana
તેલંગાણાના નાલગોંડા જિલ્લાનો એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક યુવતિએ તેના માતા પિતાની પસંદગીના યુવક સાથે લગ્ન કર્યા બાદ બીજા દિવસે પોતાના પ્રેમી સાથે લગ્ન કરી લીધા હતા. આ બન્ને લગ્ન માત્ર 12 કલાકના સમયગાળા દરમિયાન કર્યા હતા.
ફક્ત 24 કલાકમાં તેલંગાણાની યુવતીએ કર્યા બે વાર લગ્ન!
મોનિકા નામની આ યુવતિ એક યુવાનને પસંદ કરતી હતી પરંતુ માતા પિતાની ઈચ્છા વિરુદ્ધ જવાની હિંમત ન થતાં તેણે તેમની ઈચ્છા મુજબના યુવાન સાથે દબાણવશ લગ્ન કરવા પડ્યા. ગત 12 જૂનના રોજ તેના લગ્ન થયા હતા પરંતુ તેના પ્રેમીને આ વાતની જાણ થતાં મામલો ગરમાયો હતો અને પોલીસની દરમિયાનગીરી બાદ પ્રથમ લગ્ન રદ કરવામાં આવ્યા જે પછી બીજા દિવસે સવારે યુવતિએ તેના પ્રેમી સાથે ફરીવાર લગ્ન કર્યા.