ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણાઃ માત્ર 20 દિવસમાં તૈયાર થઈ 1500 બેડવાળી કોવિડ-19 હોસ્પિટલ - તેલંગાણામાં કોરોના વાઇરસ

કોરોના મહામારી સામે લડવા માટે યુદ્ધના ધોરણે રાહત કાર્ય કરવામાં આવી રહ્યું છે. હૈદરાબાદમાં 14 માળની સ્પોર્ટ્સ કોમ્પલેક્સને માત્ર 20 દિવસમાં 1500 બેડવાળી હોસ્પિટલનું રુપ આપવામાં આવ્યું છે.

Etv Bharat, Gujarati News, Covid 19, Telangna News
Telangana transforms 14-storey tower into COVID-19 hospital in 20 days

By

Published : Apr 22, 2020, 9:51 AM IST

હૈદરાબાદઃ કોરોનાના સંકટ સામે લડવા માટે હૈદરાબાદમાં 14 માળની સ્પોર્ટ્સ કોમ્પલેક્સને માત્ર 20 દિવસમાં 1500 બેડવાળી હોસ્પિટલનું રુપ આપવામાં આવ્યું છે. તેલંગાણા સરકારે લગભગ 1 હજાર કર્મચારીઓની મદદથી વર્ષ 2002માં બનાવેલું ગચ્ચીબાવલી સ્પોર્ટ્સ કોમ્પલેક્સને હોસ્પિટલ બનાવી છે.

વધુમાં જણાવીએ તો કોરોના વાઇરસ હોસ્પિટલમાં 50 ICU બેડની વ્યવસ્થા કરવામાં આવી છે. આ હોસ્પિટલ દર્દીઓને દાખલ કરવા માટે પુરી રીતે તૈયાર છે. તેલંગાણા સરકાના અધિકારીએ કહ્યું કે, ચીનના વુહાન શહેરમાં માત્ર 10 દિવસની અંદર કોરોના દર્દીઓ માટે એક હજાર બેડવાળી હોસ્પિટલ તૈયાર કરવામાં આવી હતી. તેલંગાણાએ પણ આવું જ અદ્ભુત કાર્ય કરવામાં સક્ષમ રહ્યું છે.

તેલંગાણા સ્ટેટ મેડિકલ સર્વિસેઝ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ કોર્પોરેશને (TSMSIDC) આ કાર્યને 3 સપ્તાહથી ઓછા સપ્તાહમાં પુરું કર્યું હતું.

ABOUT THE AUTHOR

...view details