ગુજરાત

gujarat

ETV Bharat / bharat

તેલંગાણા સરકાર મજૂરોને વતન મોકલવા માટે 40 ટ્રેન દોડાવશે

તેલંગાણા સરકારે પોતાના રાજ્યમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને પોતાના ગૃહરાજ્ય પહોંચાડવા માટે એક અઠવાડિયા સુધી 40 વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે.

તેલંગાણા સરકાર મજૂરોને વતન મોકલવા માટે એક અઠવાડીયા સુધી 40 ટ્રેન દોડાવશે
તેલંગાણા સરકાર મજૂરોને વતન મોકલવા માટે એક અઠવાડીયા સુધી 40 ટ્રેન દોડાવશે

By

Published : May 5, 2020, 9:54 AM IST

હૈદરાબાદઃ તેલંગાણા સરકારે દેશના અલગ-અલગ રાજ્યના ફસાયેલા કામદારોને પોતાના ગૃહરાજ્ય પહોંચાડવા માટે એક અઠવાડિયા સુધી 40 વિશેષ ટ્રેન ચલાવવાનો નિર્ણય કર્યો છે. જે મંગળવારના રોજથી દોડશે.

મુખ્ય પ્રધાન કે.ચંદ્રશેખર રાવના કાર્યાલયએ સોમવાર રાત્રે માહિતી આપી હતી અને કહ્યું કે આ ટ્રેનો હૈદરાબાદ, વારંગલ, ખમ્મમ, રામગુંદમ અને બાકીના સ્ટેશનથી દોડશે.

જ્યારે ટ્રેન ઓડિશા, બિહાર, ઝારખંડ અને પશ્ચિમ બંગાળના અનેક વિસ્તારો પર જશે.

તેલંગાણાના મુખ્ય પ્રધાને પ્રવાસી કામદારોને થતી મુશ્કેલીઓ વિશે અધિકારીઓ સાથે બેઠક કરી હતી.

ABOUT THE AUTHOR

...view details