આ અંગે વાત કરતા તેજબહાદૂરે કહ્યું હતું કે, હું વારાણસીથી વડાપ્રધાન મોદી સામે અપક્ષમાંથી ચૂંટણી લડીશ. હું ભ્રષ્ટાચારને ખતમ કરવા આ ચૂંટણી લડીશ. તેમણે વધુમાં કહ્યું હતું કે, મેં ભ્રષ્ટાચારનો મુદ્દો ઉઠાવ્યો પણ મને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો. મારો પ્રથમ ઉદેશ્ય સુરક્ષા દળોને મજબૂત કરવા તથા ભ્રષ્ટાચારને ખતમ કરવાનો રહેશે.
સસ્પેન્ડેડ BSF જવાન તેજબહાદૂર PM મોદી સામે વારાણસીથી લડશે ચૂંટણી - uttar pradesh
ન્યૂઝ ડેસ્ક: સૈનિકોને આપવામાં આવતા ભોજનની ગુણવતાને લઈ ફરિયાદ કરતો એક વિડીયો પોસ્ટ કરવાની બાબતે 2017માં સસ્પેન્ડ થયેલો જવાન ઉત્તરપ્રદેશના વારાણસીથી વડાપ્રધાન મોદી વિરુદ્ધ ચૂંટણી લડશે.
BSF જવાન તેજબહાદૂર
આપને જણાવી દઈએ કે, 2017માં આ BSFના જવાને એક વિડીયો પોસ્ટ કર્યો હતો. જેમાં જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર પહાડી વિસ્તારમાં બર્ફિલી જગ્યા પર મળતા જવાનોના ખાવાની ગુણવતા પર તેમાં ફરિયાદો હતી. ત્યાર બાદ તંત્ર તરફથી અનુશાસનહીનતાના આરોપ સાથે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હતા.