કોલકાતા: ઉત્તર દિનાજપુરના ચોપડામાં રવિવારે એક સ્કૂલની વિદ્યાર્થીની સાથે દુષ્કર્મ કરીને તેની હત્યા કરવામાં આવી હતી. ત્યારબાદ સ્થાનિકોએ એનએચ 31ને બ્લોક કરી તોડફોડ કરી હતી. 6 સરકારી બસો અને પોલીસ કારોને આગ ચાંપી દીધી હતી.
પશ્ચિમ બંગાળ: દુષ્કર્મના આરોપીનો મૃતદેહ ગટરમાંથી મળ્યો - પશ્ચિમ બંગાળ લેટેસ્ટ ન્યૂઝ
પશ્ચિમ બંગાળના ઉત્તર દિનાજપુરમાં કિશોરીની લાશ મળી આવતા પોલીસે સ્થાનિક લોકો દ્વારા તોડફોડ કરવાના આરોપમાં 16 લોકોની ધરપકડ કરી છે. તે જ સમયે, મૃત વિદ્યાર્થીનીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં જણાવાયું છે કે, મૃત્યુનું કારણ ઝેરની અસર હતી. હવે દુષ્કર્મના આરોપીની લાશ પણ ગટરમાંથી મળી આવી છે.
પોલીસે આ કેસમાં 16 લોકોની ધરપકડ કરી છે. પોલીસ સૂત્રો કહે છે કે, ઉત્તર દીનાજપુરના કલાગચ્છમાં મૃત કિશોરીના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મોતનું કારણ ઝેરની અસર હોવાનું જાણવામાં આવ્યું છે. આ સાથે જ આ કેસમાં આરોપીની લાશ પણ ગટરમાંથી મળી આવી છે. કિશોરી શનિવાર સાંજથી ગુમ હતી. કિશોરીનો મૃતદેહ મળ્યા બાદ પરિવારજનોએ આ અંગે ચોપડા પોલીસ મથકે જાણ કરી હતી.
આ ઘટના બાદ સ્થાનિકોએ વિરોધ કરીને NH-31ને બ્લોક કર્યો હતો. કુલ 6 સરકારી બસો અને પોલીસની ગાડીઓની તોડફોડ કરવામાં આવી હતી અને આગ ચાંપી દેવામાં આવી હતી.