કોલકાતા: પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક સ્કૂલની શિક્ષિકાએ પાંચ લોકો સામે પોલીસ ફરિયાદ નોંધાવી છે.
પશ્ચિમ બંગાળ: માર્ગ નિર્માણનો વિરોધ કરવા પર શિક્ષિકાની ધોલાઈ - Road construction
પશ્ચિમ બંગાળમાં પ્રાથમિક સ્કૂલની શિક્ષિકા સાથે મારપીટની ઘટનાનો મામલો પ્રકાશમાં આવ્યો છે. કેટલાંક લોકોએ શિક્ષિકાને પહેલાં તો દારડાંથી બાંધી બાદમાં તેને ઢસડીને માર માર્યો હતો.
શિક્ષિકા સાથે મારપીટ
શિક્ષિકની ફરિયાદ છે કે, આ લોકોએ માર્ગ નિર્માણ માટે તેની જમીનનો બળજબરીથી ઉપયોગ કર્યો હતો. જેનો શિક્ષિકાએ વિરોધ કર્યો હતો. ત્યારબાદ આ પાંચ લોકોએ શિક્ષિકા સાથે મારપીટ કરી હતી.
મહિલાનો આરોપ છે કે, મારપીટ કરનારા પાંચ આરોપીઓમાં એક TMC નેતા અમલ સરકાર પણ સામેલ હતા. આ કેસની તપાસ ચાલી રહી છે.