ગુજરાત

gujarat

By

Published : Oct 30, 2019, 4:02 AM IST

ETV Bharat / bharat

તમિલાનડુમાં બોરવેલમાં ફસાયેલા બાળકનું મોત,મુખ્યપ્રધાન એડપ્પાદી કે પલાનીસ્વામીએ આપી સાંત્વના

ચેન્નઇ: તમિલનાડુના તિરુચિરાપલ્લીમાં શુક્રવારે બોરવેલમાં ફસાયેલા ત્રણ વર્ષના સુજીતનું મોત થઈ ગયું છે. NDRFની ટીમે સોમવારે મોડી રાતે આ બાળકના મૃતદેહને બહાર કાઢી હતી. ઘટના સ્થળે હાજર મહેસૂલ વહીવટીના કમિશનર રાધાકૃષ્ણએ 80 કલાકથી ચાલી રહેલા આ ઓપરેશનના રાત 2.30 વાગ્યે પુરૂ થવાની જાહેરાત કરી હતી.બાળકના મોત બાદ રાજ્યના મુખ્યપ્રધાન તથા નાયબપ્રધાન બાળકના પિરવારજનો સાથે મળ્યા હતા અને તેમને સાંત્વના પાઠવી હતી.

તમિલાનડુમાં બોરવેલમાં ફસાયેલા બાળકનું મોત,મુખ્યપ્રધાન એડપ્પાદી કે પલાનીસ્વામીએ આપી સાંત્વના

બોરવેલ પાસે રહેલા કર્મચારી અને અધિકારીઓને સોમવાર રાતે 10.30 વાગ્યે દુર્ગંધ આવવાની વાત કહી હતી, ત્યારે મેડિકલ ટીમે પરિસ્થિતી વિગતો મેળવી હતી. બાળકની લાશને પોસ્ટમાર્ટમ માટે મનપ્પરાઈ જીએચ હોસ્પિટલ લઈ જવાઈ હતી. પોસ્ટમાર્ટમ બાદ મંત્રીઓ અને અધિકારીઓએ સુજીતને શ્રદ્ધાંજલિ આપી હતી.

સુજીત વિલ્સન શુક્રવાર સાંજે તિરુચિરાપલ્લીમાં નાદુકટ્ટપટ્ટીમાં તેના ઘર પાસે રમતા રમતા બોરવેલમાં પડી ગયો હતો. તે 88 ફુટ ઉંડાણ પર ફસાયેલા હતા. તેને બચાવવા માટે NDRF,SDRF પોલીસ અને ફાયરબ્રિગેડની ટીમને લગાડવામાં આવી હતી. વરસાદ અને પત્થરોના કારણે ખોદાણમાં મુશ્કેલી આવી તો સોમવારે જર્મન ડ્રિલિંગ મશીન લગાવી દીધું હતું, પરંતુ સુજીતને બચાવી શકાયો ન હતો.

ABOUT THE AUTHOR

...view details