ગુજરાત

gujarat

By

Published : Aug 29, 2020, 7:26 AM IST

ETV Bharat / bharat

તમિલનાડુઃ કોંગ્રેસ સાંસદ વસંતકુમારનું કોરોનાથી નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે ભારત દરરોજ એક હજારની આસપાસની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. ગત રોજ તમિલનાડુના કન્યાકુમારીથી કોંગ્રેસ સાંસદ એચ વસંત કુમારનું ચેન્નઈમાં નિધન થયું છે. વંસત કુમાર કોરોના વાઇરસથી સંક્રમિત હતા. જેથી તેમને 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

MP H Vasanthakumar
કોંગ્રેસ સાંસદ વસંતકુમારનું કોરોનાથી નિધન, PM મોદીએ દુ:ખ વ્યક્ત કર્યું

ચેન્નઈ: દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે, ત્યારે ભારત દરરોજ એક હજારની આસપાસની સંખ્યામાં લોકોના મોત થઈ રહ્યાં છે. ગત રોજ તમિલનાડુના કન્યાકુમારીથી કોંગ્રેસ સાંસદ એચ વસંત કુમારનું ચેન્નઈમાં નિધન થયું છે. વંસત કુમાર કોરોના વાઇરસથી સંક્રમિત હતા. જેથી તેમને 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા.

આ અંગે ડૉક્ટર્સે જણાવ્યું કે, સાંસદ વંસતકુમારને નિમોનિયા થયો હતો. જે બાદ તેમની સ્થિતિ નાજૂક થઈ હતી. આ અંગે એક અધિકારીએ જણાવ્યું કે, વસંતકુમારને કોરોના સંક્રમણ થયું હોવાથી 10 ઓગસ્ટના રોજ ચેન્નઈની અપોલો હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. ગતરોજ કોંગ્રેસ સાંસદનું નિધન થયું હતું. આમ, કોંગ્રેસ સાંસદના નિધન પર વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાહુલ ગાંધી સહિત કેટલાય કોંગ્રેસ નેતાઓ દુઃખ વ્યક્ત કર્યું હતું.

આ અંગે PM મોદીએ ટ્વીટ કરી લખ્યું કે, લોકસભા સાંસદ એચ વસંતકુમારના નિધનથી દુઃખ થયું. બિઝનેસ અને સમાજ સેવાના પ્રયાસોમાં તેમની ભૂમિકા ઉલ્લેખનીય રહી હતી. વસંતકુમાર સાથેની વાતચીતમાં હંમેશા તમિલનાડુની પ્રગતિ અંગે ઝનૂન દેખાતું. દુઃખદ સમયમાં પરિવાર અને સમર્થકોને સંવેદના.

મહત્વનું છે કે, સાંસદ વસંતકુમાર પહેલીવાર 2019માં સાંસદ તરીકે ચૂંટાયા હતાં. આ પહેલા તેઓ બે વખત ધારાસભ્ય રહી ચૂક્યાં હતાં. વસંતકુમારનો જન્મ હરિકૃષ્ણ પેરુમલમાં 14 એપ્રિલ, 1950માં થયો હતો. વસંતકુમાર વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને તામિલ સાહિત્યકાર કુમારી અનંતનના ભાઈ હતાં.

ABOUT THE AUTHOR

...view details