કેન્દ્ર સરકારે જમ્મુ-કાશ્મીરમાંથી 370 હટાવ્યા બાદ સમગ્ર વિશ્વમાં રાજકીય દ્રષ્ટિ બદલાઈ છે.
આ નિર્ણયનો છુપી રીતે વિરોધ કરનાર દેશોની વિરુદ્ધ તેમની જ રીતે ભાજપે અભિયાન શરૂ કરી દીધું છે. કેન્દ્ર સરકારે આ નિર્ણયનો વિરોધ કરનામાં પાકિસ્તાનના સમર્થનમાં ચીન સૌથી પહેલાં આગળ આવ્યું હતુ.
ભાજપે ચીનને ભણાવ્યો પાઠ ! 'તાઈવાન ચીનનો ભાગ નથી' તેવા લાગ્યાં પોસ્ટર - bjp
નવી દિલ્હીઃ ભાજપ નેતા તેજેંદર પાલ સિંહ બગ્ગાએ રવિવારે તાઈવાનના નાગરિકોની મદદથી ચીનને પાઠ ભણાવ્યો હતો. તાઈવાનના અલગ-અલગ શહેરોમાં ત્યાંના લોકો હાથમાં પોસ્ટર લઈ ચીનની વિરુદ્ઘ પ્રદર્શન કરતા જોવા મળ્યાં હતા.
તાઈવાનના નાગરિકોએ ચીનને ભણાવ્યો પાઠ
ભાજપ નેતા તેજેંદર પાલ સિંહબગ્ગાએ રવિવારે તાઈવાનના નાગરિકોની મદદથી ચીનને પાઠ શીખવવા માટે તેની રણનીતિથી અભિયાન શરૂ કર્યું છે. તાઈવાનના અલગ અલગ શહેરોમાં ત્યાંના લોકો હાથમાં પોસ્ટર લઈ ચીનની વિરુદ્ઘ પ્રદર્શન કરતાં જોવા મળ્યાં હતા.
'તાઈવાન ચીનનો ભાગ નથી'
તમામ પોસ્ટરમાં એક જ સંદેશ લખ્યો હતો કે, 'તાઈવાન ચીનનો ભાગ નથી.' તાઈવાનના જે લોકોએ આ પોસ્ટર હાથમાં લીધું હતુ, તેમણે તેનો સંપૂર્ણ શ્રેય દિલ્હી ભાજપ પ્રવક્તાને આપ્યો હતો.