ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મૂ-કાશ્મીર: યાસીન મલિક સહિત 7 વિરુદ્ધ આરોપ નક્કી, 30 માર્ચે સુનાવણી - સ્કવાડ્રાન લીડર રવિ ખન્ના

ત્રણ વર્ષ પહેલા શ્રીનગરમાં વાયુસેનાના સ્ક્વોડ્રન લીડર રવિ ખન્ના અને ત્રણ સૌનિકોની હત્યા મામલે જમ્મૂની ટાડા કોર્ટ JKLF પ્રમુખ યાસીન મલિક અને અન્ય 6 લોકો વિરુદ્ધ આરોપ નક્કી કર્યો હતો. આ મામલામાં આગામી સુનાવણી 30 માર્ચના રોજ થશે.

etv bharat
etv bharat

By

Published : Mar 16, 2020, 9:15 PM IST

શ્રીનગર: ત્રણ વર્ષ પહેલા શ્રીનગરમાં વાયુસેનાના અધિકારી અને અન્ય 3 સૌનિકોની હત્યા મામલે જમ્મૂની ટાડા કોર્ટમાં 30 માર્ચના રોજ સુનાવણી કરવામાં આવશે. આ પહેલા ટાડા કોર્ટ 1990માં વાયુસેના અધિકારી અને અન્ય 3 સૌનિકોની હત્યા મામલામાં જમ્મૂ-કાશ્મીર લિબરેશન ફ્રંટના પ્રમુખ યાસીન મલિક અને અન્ય 6 વિરુદ્ધ આરોપ નક્કી કર્યો હતો.

કોર્ટ કહ્યું કે, યાસીન મલિક અને અન્ય આરોપી સ્કવાડ્રાન લીડર રવિ ખન્ના સહિત વાયુસેનાના ત્રણ જવાનો હત્યામાં સામેલ હતા. પુરાવા મળ્યા બાદ કોર્ટે બધા જ આરોપી પર આઈપીસીની કલમ 302, 307 ટાડા એક્ટ 1987 અને આર્મ્સ એક્ટ હેઠળ 1959 સહિત અન્ય કલમમાં આરોપ નક્કી કરવાનો આદેશ કર્યો હતો.

શ્રીનગર શહેરના અન્ય વિસ્તારોમાં 25 જાન્યુઆરી 1990ના 4 ભારતીય વાયુસેનાના અધિકારીઓની હત્યા કરવામાં આવી હતી. આ સિવાય 1989માં કેન્દ્રીય ગૃહપ્રધાન મુફ્તી મોહમ્મદ સઈદની પુત્રી રુબિયા સઈદનું અપહરણ કરવામાં આવ્યું હતું. આ મામલે જમ્મૂની ટાડા કોર્ટ કેન્દ્રીય તપાસ એજન્સી (SBI)એ 1990 ઓગ્સ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં માલિક વિરુદ્ધ 2 ચાર્જશીટ દાખલ કરી હતી.

જમ્મૂ-કાશ્મીર હાઈકોર્ટની પીઠે 1995માં માલિક વિરુદ્ધ કેસ પર રોક લગાવી હતી કારણ કે, શ્રીનગરમાં કોઈ ટાડા કોર્ટ નથી.માલિકને ગત્ત 4 એપ્રિલના રોજ ધરપકડ કરવામાં આવી છે. જેમના પર કાશ્મીરમાં 2010માં અલગાવવાદી આંદોલનમાં સામેલ અને 2016માં હિજબુલ મુઝાહિદીનના કમાન્ડર બુરહાન વાનીની હત્યા બાદ અંશાતિ ફેલાવવાનો આરોપ છે.

ABOUT THE AUTHOR

...view details