ગુજરાત

gujarat

ETV Bharat / bharat

દિલ્હીના IGI એરપોર્ટ પરથી મળેલી શંકાસ્પદ બેગ માંથી RDX મળતાં સુરક્ષામાં કરાયો વધારો - દિલ્હી ન્યૂઝ

નવી દિલ્હીઃ ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટના ટર્મિનલ 3 પર શંકાસ્પદ બેગ મળી આવી હતી. ઘટના જાણ થતાં સ્થાનિક પોલીસ તાત્કાલિક ધોરણે એરપોર્ટ પર પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન બેગમાંથી RDX મળી આવ્યો છે. જેથી હાલ, એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે.

શંકાસ્પદ બેગ

By

Published : Nov 1, 2019, 10:21 AM IST

Updated : Nov 1, 2019, 2:10 PM IST

DCP સંજય ભાટીયાના જણાવ્યાનુસાર, IGI એરપોર્ટના ટર્મિનલ 3ના ગેટ નંબર 2 પાસેથી બિનવારસી બેગ મળી હોવાની જાણકારી CISF જવાનો પાસેથી મળી હતી. તપાસ દરમિયાન બેગમાંથી RDX મળી આવ્યો છે. જેથી એરપોર્ટની સુરક્ષામાં વધારો કરાયો છે.

GI એરપોર્ટ પરથી મળેલી શંકાસ્પદ બેગ માંથી RDX મળતાં સુરક્ષામાં કરાયો વધારો

ઉલ્લેખનીય છે કે, આજે સવારે ઇન્દિરા ગાંધી આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર શંકાસ્પદ બેગ મળી આવ્યું હતું. જેના કારણે એરપોર્ટ પર અફતફરીનો માહોલ સર્જયો હતો. તે દરમિયાન ઘટના પર હાજર CISFના જવાનોએ તરત જ ઘટનાની જાણ સ્થાનિક પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં સ્થાનિક પોલીસ બોમ્બ ડિસ્પોઝલ સાથે સ્કવૉડ અને ડૉગની ટીમ સાથે તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી.

એરપોર્ટની સુરક્ષામાં વધારો
Last Updated : Nov 1, 2019, 2:10 PM IST

ABOUT THE AUTHOR

...view details