આપને જણાવી દઈએ કે, હોળીના દિવસે એક હિન્દુ પરિવારની બે સગીર વયની છોકરીઓનું અપહરણ કરીને તેમની સાથે બળજબરીપૂર્વક લગ્ન કરીને તેમનું ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યું હતું. આ ઘટના મીડિયા દ્વારા પ્રકાશમાં આવી હતી. જેનો હાલમાં ખૂબ વિરોધ થઈ રહ્યો છે.
વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે આ ઘટનાના રિપોર્ટની જાણકારી માંગી છે. સાથે જ તેઓએ ટ્વીટ કરીને જણાવ્યું કે, મેં આ ઘટનાને લઈને ભારતીય હાઈ કમિશન પાસે અહેવાલની માંગ કરી છે.
પાક. પીએમ ઈમરાન ખાન નવા પાકિસ્તાનનો દાવો કરતા જણાવે છે કે, તેમના કાર્યકાળ દરમિયાન પાકિસ્તાનમાં લઘુમતીઓ પૂરી રીતે સુરક્ષિત છે. એકબાજુ તેઓ લઘુમતીઓને સમાનતા આપવાનો દાવો કરી રહ્યાં છે, ત્યારે સિંધ પ્રાંતમાં હોળીના દિવસે બનેલી ઘટનાએ તેમના 'નવા પાકિસ્તાન'ના દાવાની પોલ ખોલી દીધી છે.
આ ઘટના સિંધ પ્રાંતના ઘોટકી જિલ્લામાં બની છે, જ્યાં લઘુમતીઓ પોતાના અધિકાર માટે પ્રદર્શન કરી રહ્યાં છે. તેમનો આક્ષેપ છે કે, પોલીસે આ ઘટના પર FRI દાખલ કરી ન હતી અને વિરોધ પ્રદર્શનને કારણે તેઓએ FRI દાખલ કરી હતી. આ સિવાય સ્થાનિક પાકિસ્તાન હિન્દુ સેવા વેલફેયર ટ્રસ્ટનો આક્ષેપ છે કે, આ પ્રદર્શન બાદ પોલીસે આ ઘટનાની FRI દાખલ કરી હતી. આ પ્રદર્શનમાં બંને છોકરીઓના પિતા પણ સામેલ થયા હતા અને તેઓએ પોતાની આપવીતી કહી હતી.
આ ઘટનાને લઈને કરાચીના પાકિસ્તાન હિન્દુ સેવા વેલફેયર ટ્રસ્ટના અધ્યક્ષ સંજેશ ધંજાએ જણાવ્યું કે, બે બહેનોનું કથિત રીતે અપહરણ કરીને લગ્ન કર્યા બાદ તેઓનું ધર્મપરિવર્તન કરી દેવામાં આવ્યું. પાકિસ્તાન ટ્રસ્ટના મુખ્યાએ આક્ષેપ લગાવ્યો હતો કે, લઘુમતી સમુદાયના સડક પર ઉતરીને વિરોધ દર્શાવ્યા બાદ પણ પોલીસે માત્ર એક FRI જ દાખલ કરી હતી.