સુષમા સ્વરાજે સામવારે ટ્વી્ટ કરીને કહ્યું કે, મુલાયમ ભાઈ, તમે સમાજવાર્દી પાર્ટી (સપા)ના પિતામહ છો. તમારી સામે રામપુરમાં દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યું છે, તમે ભીષ્મની જેમ મૌન રહેવાની ભૂલ ન કરતા. સુષમા સ્વારાજે પોતાના ટ્વીટમાં સમાજવાર્દી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ, તેમની પત્નિ ડિમ્પલ યાદવ અને જયા બચ્ચનને ટેગ કર્યા છે.
રામપુરમાં દ્રૌપદીનું થઈ રહ્યું છે ચીરહરણ, ભીષ્મની જેમ મૌન ન રહે મુલાયમ: સુષ્મા સ્વારજ - lok sabha elections
નવી દિલ્હી: સમાજવાર્દી પાર્ટીના દિગ્ગજ નેતા અને રામપુરથી ઉમેદવાર આઝમ ખાનના જયા પ્રદા પર અપમાનજનક નિવેદન પર વિદેશ પ્રધાન સુષમા સ્વરાજે ટ્વી્ટ કરીને કહ્યું કે, દ્રૌપદીનું ચીર હરણ થઈ રહ્યું છે, મુલાયમ સિંહ મૌન રહેવાની ભૂલ ન કરે.
ફાઈલ ફોટો
નોંધનીય છે કે, આઝમ ખાને બાદમાં સફાઇ આપતા કહ્યું કે, તેમને પોતાના સંબોધનમાં કોઈનું નામથી લીધું. જો કોઈ સાબિત કરી શકે કે તેમને કોઈનું નામ લઈને પ્રહાર કર્યો છે તો, તેઓ ચૂંટણી નહી લડે.
ઉલ્લેખનીય છે કે, આઝમ ખાનના જયા પ્રદા પર અપમાનજનક નિવેદન પર FIR નોંધાઈ છે.