આપને જણાવી દઈએ, કે ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન દુનિયાના 57 મુસ્લિમ દેશોનું એક સંગઠન છે. આ સંગઠન પુરી દુનિયાના મુસ્લિમ દેશોમાં ઈસ્લામ અને મુસ્લિમ હીત માટે કામ કરે છે. વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ શુક્રવારે અબુ ધાબી પહોંચી ગયા છે.
OICમાં પ્રથમવાર ભારત 'ગેસ્ટ ઓફ ઓનર', તો પાકિસ્તાને આવવાનો કર્યો ઇનકાર - abudhabi
નવી દિલ્હી: વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજ ઓર્ગેનાઈઝેશન ઓફ ઈસ્લામિક કોઓપરેશન(OIC)ની 46મી બેઠકમાં ભાગ લેવા અબુ ધાબી પહોંચી ગયા છે. સુષ્મા સ્વરાજ આ બેઠકમાં 'ગેસ્ટ ઓફ ઓનર' છે. આ પહેલીવાર છે, કે ભારતના વિદેશપ્રધાનને 'ગેસ્ટ ઓફ ઓનર'નું સન્માન આપવામાં આવ્યું છે.
sushma swaraj
આ દરમિયાન પાકિસ્તાનના વિદેશપ્રધાન શાહ મહમુદ કુરૈશીએ કહ્યુ કે તેઓ OICની બેઠકમાં ભાગ નહી લે. કારણ કે સુષ્મા સ્વરાજ ત્યાં હાજર રહેશે. આ સંગઠનની 46મી બેઠક થવા જઈ રહી છે. પાકિસ્તાન આમા સંસ્થાપક સભ્ય છે. ભારતને આ બેઠકમાં આમંત્રણ પર પાકિસ્તાને વિરોધ કર્યો હતો.