પટનાઃ સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ ભાજપના ધારાસભ્ય નીરજ કુમાર બબલૂએ મુખ્યપ્રધાન , ઉપ મુખ્યપ્રધાન સહિત ભાજપના નેતાઓનો આભાર વ્યક્ત કર્યો છે. તેમણે કહ્યું કે , "સુશાંત સિંહ મામલે અમે પહેલાથી જ કહેતા આવ્યા છીએ કે CBI તપાસ થવી જોઈએ. આ મામલે મુખ્યપ્રધાન નીતીશ કુમાર સાથે પણ અમારી વાત થઈ હતી અને સરકારે CBI તપાસની માગ કરવા માટે સરકારનો આભાર, હવે સુશાંતને ન્યાય મળશે. "
સુશાંતના પિતરાઈ ભાઈએ બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારનો માન્યો આભાર
સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈએ બિહાર સરકાર અને નીતીશ કુમાર તથા તમામ બિહારવાસીઓનો આભાર માન્યો હતો. તેઓએ વધુમાં કહ્યું હતું કે, સુશાંત સિંહ રાજપૂત કેસમાં મુખ્યપ્રધાને CBI તપાસની માગ કરતા હવે સુશાંતને ન્યાય મળશે અને જો કોઈ વ્યક્તિનો હાથ હશે તો તેનું નામ પણ સામે આવશે.
સુશાંત સિંહ રાજપૂતના પિતરાઈ ભાઈ
તેમણે વધુમાં કહ્યું કે, મને CBI પર વિશ્વાસ છે અને તેઓ તટસ્થ તપાસ કરશે અને આ મામલામાં કોઈનો હાથ હશે તો તે વ્યક્તિનું નામ પણ સામે આવશે જેથી સુશાંતને ન્યાય મળશે. અમારો પરીવાર એ જ ઈચ્છતા હતા કે મુખ્યપ્રધાન CBI તપાસની માગ કરે. અમે તમામ બિહારવાસીઓનો આભાર માનીએ છીએ જેઓ અમારી માગ સાથે ઉભા રહ્યા.