નવી દિલ્હી: દેશભરમાં સુશાંત સિંહ રાજપૂતને ન્યાય મળે તેની માગ તેજ થઈ રહી છે. આ મામલે દિલ્હીમાં સુશાંત સિંહ રાજપુત કેસમાં CBI તપાસની માગને લઈને કરણી સેનાએ પ્રદર્શન કર્યું છે, પરંતુ પરવાનગી વગર કરેલા પ્રદર્શનના કારણે દિલ્હી પોલીસે કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મૂ સહિત 4 લોકોની ધરપકડ કરી હતી.
સુશાંત આત્મહત્યા કેસ: CBI તપાસની માગને લઈને રાજપૂત કરણી સેનાનું પ્રદર્શન - latestgujaratinews
રાજપૂત કરણી સેનાએ દિલ્હીમાં ઈન્ડિયા ગેટ પાસે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. જેમાં સુશાંત સિંહ રાજપૂત આત્મહત્યા કેસ મામલે સીબીઆઈ તપાસની માગ કરવામાં આવી છે. દિલ્હી પોલીસે કરણી સેનાના 4 સભ્યોની અનુમતિ વગર વિરોધ પ્રદર્શન કરવાના આરોપમાં ધરપકડ કરી હતી. બાદમાં પ્રદર્શનકારીઓને જામીન પર છોડવામાં આવ્યા હતા.
આ વિરોધમાં કરણી સેનાનું આમંત્રણ વૉટસએપ અને અન્ય સોશિયલ મીડિયા પ્લેટફોમ પર સરક્યુલેટ કરવામાં આવ્યું હતું. ઈન્ડિયા ગેટ પર કેન્ડલ માર્ચ સાથે અનેક લોકો પટિયાલા હાઉસ કોર્ટ પહોંચ્યા હતા. પ્રદર્શનકારીઓ ઈન્ડિયા ગેટ પાસે પહોંચતા જ ઈનર સર્કલ પાસે પોલીસે તેમને રોક્યા હતા.
દિલ્હી પોલીસે કલમ 144 લગાવી હતી. કરણી સેનાના અધ્યક્ષ સહિત દિલ્હી પ્રદેશ અધ્યક્ષ, પ્રદેશ ઉપાધ્યક્ષ અને પ્રદેશ પ્રવક્તાની પણ ધરપકડ કરાઈ હતી. આ પહેલા કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ સૂરજ પાલ અમ્મૂએ કહ્યું કે, ભલે પોલીસ જેલમાં મોકલે પરંતુ જ્યાં સુધી સુશાંતને ન્યાય નહિ મળે તો આવી જ રીતે વિરોધ-પ્રદર્શન થતું રહેશે.