મુંબઇ: સુશાંતસિંહ રાજપૂતની મોતના મામલે સીબીઆઇ તપાસ શરૂ છે. આ કેસમાં સીબીઆઇની તપાસનો છઠ્ઠો દિવસ છે. સુશાંતસિંહના નજીકના મિત્ર સિદ્ધાર્થ પિઠાણીની આજે પૂછપરછ કરવા માટે સીબીઆઇ કાર્યાલય બોલાવવામાં આવ્યો છે.
સુશાંત કેસ: CBIની સિદ્ધાર્થ પિઠાણી સાથે પૂછપરછ, રિયાના વકીલે કહ્યું- રિયાના કોઈ ડ્રગ તસ્કર સાથે સંબંધ નથી - શોવિક ચક્રવતી
સુશાંતસિંહ રાજપૂત કેસમાં સીબીઆઇ તપાસનો આજે છઠ્ઠો દિવસ છે. આ કેસમાં નવા ખુલાસાઓ થઈ રહ્યાં છે. આજે ફરી સિદ્ધાર્થ પિઠાણી (સુશાંત સિંહ રાજપૂતનો મિત્ર) ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચ્યો છે. જ્યાં સીબીઆઇની ટીમે સુશાંતના મોત મામલે પૂછપરછ કરી હતી.
પિઠાણી ડીઆરડીઓ ગેસ્ટ હાઉસ પહોંચ્યા છે. જ્યાં સીબીઆઇ ટીમ અભિનેતાની મોતના મામલે પૂછપરછ કરી રહી છે. તમને જણાવી દઇએ કે, સુશાંતસિંહે જ્યારે આત્મહત્યા કરી ત્યારે સિદ્ધાર્થ પિઠાણી તેના ઘરમાં હાજર હતો.
આ ઉપરાંત રિયા ચક્રવર્તીના વકીલે આરોપોને નકારતા કહ્યું કે, સુશાંતસિંહની મિત્ર રિયા ચક્રવર્તીના ડ્રગ તસ્કરો સાથે સંબંધ નથી. જોકે, સૂત્રોએ જણાવ્યું છે કે, દિલ્હીના નાર્કોટિક્સ કંટ્રોલ બ્યુરોના મુખ્યાલયમાં એક બેઠક રિયા ચક્રવર્તી અને ડ્રગ તસ્કરો વચ્ચેના સંબંધોને ધ્યાનમાં લેશે. રિયા ચક્રવર્તીની પણ સીબીઆઇ દ્વારા પૂછપરછ કરવામાં આવશે. તેમજ તેના ભાઇ શોવિક ચક્રવર્તી સાથે સુશાંતના મોબાઇલ સીડીઆરની પણ તપાસ કરવામાં આવશે.