ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ગાંધીના વિચારોથી પ્રેરાઈને ચંબલના 652 ડાકૂઓએ કર્યું હતું સરેંડર

મુરૈનાઃ મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ અને રાજસ્થાન રાજ્યની ત્રિશંકુ સીમાથી ઘેરાયેલા ચંબલ અંચલ ક્યારેક બગાવત માટે જાણીતું હતું, જ્યાં કુખ્યાત ડાકુઓની બોલબાલા હતી. તે સમયે જે કોઈ હથિયાર ઉઠાવે તો તેની આગળની રાત ચંબલની ટેકરીઓ પર જ થતી. કારણ કે ત્યારે ડાકુઓ માટે આ સૌથી સુરક્ષિત જગ્યા મનાતી હતી.

By

Published : Sep 15, 2019, 2:42 PM IST

Updated : Sep 15, 2019, 6:19 PM IST

surrounded-by-652-dacoits

આ સમયે ગાંધીજી અહિંસાના શસ્ત્ર સાથે અંગ્રેજોને ધૂળ ચટાવી રહ્યાં હતાં. જેની આ ડાકુઓ પર ઉંડી અસર પડી અને મોટી સંખ્યામાં ડાકુઓ ગાંધીજીની વિચારધારાથી પ્રભાવિત થઈ શાંતિનો રસ્તો અપનાવવા મન બનાવ્યું હતું. જ્યારે ચંબલનું નામ સાંભળી મોટા-મોટા લોકો પાછા પડતા હતાં, ત્યારે ટેકરીઓ પર ગોળીઓના ધડાકા અને બગાવતની ઉઠતી જ્યોતમાં માનવતા સળગી રહી હતી. ઉબડ-ખાબડ ટેકરીઓ અનેે તેની પર ઉગી નીકળેલા ઝાડવા વચ્ચેથી નીકળતા રસ્તા, જેની કોઈ મંઝિલ ન હતી, ત્યારે એક વિચારધારાએ આ ખૂની રસ્તાને ખુશહાલીની મંઝિલ બતાવી. જેણે ગોળીઓની ગૂંજને શાંત કરી દીધી હતી. બદલાની ચિંગારીને ઠારી દીધી અને બરબાદીનો પર્યાય બનેલા ડાકુઓને હથિયાર મૂકી દેવા મજબૂર કરી દીધા હતાં. જેને લોકો મહાત્મા ગાંધીના નામથી જાણે છે. તેમના જ વિચારોને આત્મસાધ કરી તેમણે હિંસાનો રસ્તો હંમેશા માટે છોડી દીધો.

ગાંધીના વિચારોથી પ્રેરાઈને ચંબલના 652 ડાકૂઓએ કર્યુ હતુ સરેંડર
બીહડ-બાગી માટે બદનામ ચંબલમાં જ્યારે ગોળીઓનો અવાજ આવતો ત્યારે ચીસો પડતી, ગમગીન સન્નાટો પ્રસરી જતો, ચંબલનું નામ સાંભળી લોકો અંદર સુધી હચમચી જતા, ત્યારે ગાંધીવાદી વિચારક એસએન સુબ્બારાવ અને જયપ્રકાશ નારાયણ ઉપરાંત 'ચંબલની બંદૂકો ગાંધીજીના ચરણોમાં ' નામથી અભિયાન શરૂ કર્યુ હતું. ત્યારબાદ 2 ડિસેમ્બર, 1973માં એક વિશાળ જનસભાનું આયોજન કર્યું હતું. જેમાં જાણીતા ડાકુઓ સહિત 400થી વધારે ડાકુઓએ હથિયાર મૂકી શાંતિ અને સદભાવનાના રસ્તે આગળ વધવાનો નિશ્ચય કર્યો હતો, ત્યારથી ચંબલ-અંચલમાં શાંતિની નવી સવાર થઈ અને તેના માથે લાગેલું કલંક દૂર થવા લાગ્યું.1973માં ગાંધીજીને બંદૂકો સમર્પિત કરી શાંતિના માર્ગ પર ચાલનારા 20 હજાર રૂપિયાનું ઈનામ પોતાના માથે ધરાવતા ડાકૂ બહાદૂરસિંહ કુશવાહા આજે પણ ગાંધી આશ્રમમાં રહીને સ્વદેશી અભિયાનને પ્રોત્સાહન આપી રહ્યાં છે અને જૈવિક ખેતી સંદર્ભના કામ કરી રહ્યાં છે. આ જ તેમનો રોજગાર બની ગયો છે. જેનાથી તેમનુ અને તેમના પરિવારનું ગુજરાન ચલાવે છે.એક વર્ષ સુધી ચાલેલા બગાવતી ડાકુઓના હથિયાર છોડવાના કાર્યક્રમ દરમિયાન 652 ડાકૂઓએ ગાંધી વિચાર અપનાવ્યો.ગાંધીજી ભલે આજે આ દુનિયામાં નથી. પરંતુ તેમની દીર્ઘ દ્રષ્ટિ અને વિચારો દાયકાઓ સુધી લોકોના દિલમાં રહેશે. ગાંધી દર્શન દ્વારા પેઢીઓ આ વિચારને અવાજ આપતી રહેશે. આજે દેશ જ નહીં પણ દુનિયા ગાંધીજીના વિચારોને આત્મસાધ કરી રહી છે. આ જ વિચાર ધારાએ કેટલાકને હિંસામાંથી બહાર કાઢી શાંતિનો માર્ગ બતાવ્યો છે.
Last Updated : Sep 15, 2019, 6:19 PM IST

ABOUT THE AUTHOR

...view details