આંગણવાડીમાં સરપ્રાઇસ ચેકિંગ, ભ્રષ્ટાચારીઓને કર્યા સસ્પેન્ડ - dahod
દાહોદ: જિલ્લા પંચાયત હસ્તક 9 તાલુકાના વિવિધ વિસ્તારોમાં આવેલી આંગણવાડીઓમાં ગેરરીતિ થઈ રહ્યા હોવાની બૂમ ઉઠાવી હતી. જેથી દાહોદ જિલ્લા વિકાસ અધિકારીએ આંગણવાડીઓની આકસ્મિક ચેકિંગ શરૂ કરાવ્યું હતું. જેમાં ભારે ગેરરીતિ જણાઈ આવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઇ હતી, અને આંગણવાડીમાં ચલાવનાર ભ્રષ્ટાચારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.
દાહોદ જિલ્લા વિકાસ અધિકારી દ્વારા આંગણવાડીમાં ચાલતી ગંભીર પ્રકારની બેદરકારી દાખવી આંગણવાડીના બાળકોને તથા કિશોરીઓ-સગર્ભા ધાત્રીમાતાઓને સરકારી યોજનાઓના લાભો તથા પુરક અનાજના જથ્થા સગેવગે થવાની ફરીયાદો મળતા જિલ્લા પ્રોગ્રામ ઓફિસરને આકસ્મિક મુલાકાત લેવાની સુચના આપી હતી. જેથી પોગ્રામ ઓફિસરે દાહોદ તાલુકાના ઘટક-૩ હસ્તક્ના વડલી ફળીયા આંગણવાડી કેન્દ્રની સોમવારના રોજ આંગણવાડીની મુલાકાત લીધી હતી. જેની મુલાકાત દરમ્યાન આંગણવાડી કેન્દ્રનું તમામ રેકર્ડમા કાર્યકરના ઘર પર ફકત ખાધ્ય સામગ્રી જોવા મળેલ હતી.
જ્યારે મંગળવારના રોજ જથ્થો સરકારમાંથી મળ્યો હતો. તેના બીલોની માગણી કરતા રજુ કરેલ બીલ મુજબ તેઓએ જથ્થો ઉપાડેલ હતો. ઉપાડેલ જથ્થા સામે નિયત નમુનામાં હિસાબો રાખેલ ન હતા અને અમુક જથ્થો પોતાની ઘરે રાખ્યો હતો. ફરજ પ્રત્યે બેદરકારી રાખવા અને માલસામાનના હિસાબો, હાજર સ્ટોક સામે નિભાવેલ ન હોવાથી સ્થળ પર જ તેઓને આંગણવાડી કાર્યકર તરીકે સસ્પેન્ડ કરી છુટા કરી દેવામાં આવ્યા હતા. તેમજ અન્ય એક ફરિયાદ મુજબ તણછીયા ગામનાજ અન્ય કેંદ્રોનો આવો જથ્થો દાહોદ ખાતે વેચાણ માટે લઇ જતા અધવચ્ચેથી જ વાહન પકડવામાં આવ્યુ હતુ. જેની તપાસ કરી જવાબદારો સામે પોલીસ કાર્યવાહી કરવા ઘટક-૩ના CDPOઓને અધિકૃત કરવામાં આવ્યા હતા.