ગુજરાત

gujarat

ETV Bharat / bharat

જમ્મુ-કાશ્મીરઃ પ્રતિબંધોને પડકારતી અનેક અરજીઓ પર સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

નવી દિલ્હીઃ કેન્દ્ર સરકાર દ્વારા અનુચ્છેદ 370 હટાવ્યા બાદ લગાવાયેલા પ્રતિબંધો અને ઇન્ટરનેટ પર પ્રતિબંધને પડકારતી અનેક અરજીઓ પર આજે સુપ્રીમ કોર્ટ પોતાનો ચુકાદો સંભળાવશે.

Kashmir Lockdown
સુપ્રીમ કોર્ટમાં આજે સુનાવણી

By

Published : Jan 10, 2020, 5:33 AM IST

27 નવેમ્બરના રોજ, ન્યાયાધીશ એનવી રમન્ના, ન્યાયાધીશ આર સુભાષ રેડ્ડી અને ન્યાયાધીશ બી.આર. ગવાઈની ત્રણ જજોની ખંડપીઠે કાશ્મીર લોકડાઉનની બંધારણીયતાને પડકારતી અરજીઓ પર ચુકાદો અનામત રાખ્યો હતો.

કોર્ટે કાશ્મીરથી પ્રકાશિત થયેલા અખબાર અનુરાધા ભસીન, કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ ગુલામ નબી આઝાદ અને કેટલાક અન્ય લોકોની અરજી પર સુનાવણી કરી છે.

આ કેસોમાં કેન્દ્ર સરકાર વતી એટર્ની જનરલ કે કે વેણુગોપાલ અને જમ્મુ-કાશ્મીર વતી સોલિસિટર જનરલ તુષાર મહેતા છે. વરિષ્ઠ વકીલો કપિલ સિબ્બલ અને વૃંદા ગ્રોવરે અરજદારો વતી અરજી કરી હતી.

સુનાવણી દરમિયાન ન્યાયાધીશ રમન્નાએ ફરી એકવાર કહ્યું હતું કે કોર્ટ લોકોના મૂળભૂત અધિકાર અને રાષ્ટ્રીય સુરક્ષા વચ્ચે સંતુલન બનાવવાનો પ્રયાસ કરાશે.

હકીકતમાં, જમ્મુ-કાશ્મીરનો વિશેષ દરજ્જો હટાવવાના 5 ઓગસ્ટના નિર્ણય બાદ ઇન્ટરનેટ સેવાઓ તેમજ ટેલિફોન સેવાઓ અને અન્ય પ્રતિબંધોના નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો.

આ પિટિશનમાં કોંગ્રેસના નેતા ગુલામ નબી આઝાદ સહિત અન્ય ઘણા લોકોએ સુપ્રીમ કોર્ટને દિશાનિર્દેશ આપવા વિનંતી કરી છે.

ABOUT THE AUTHOR

...view details