ગુજરાત

gujarat

ETV Bharat / bharat

ટેલીકૉમ કંપનીઓને સુપ્રીમ કૉર્ટેનો મોટો ઝટકો, 92 હજાર ચુકવવાનો આદેશ - BSNL

દિલ્હી: ટેલીકૉમ કંપનીઓને સુપ્રીમ કૉર્ટેનો મોટો ઝટકો લાગ્યો છે. જ્યારે સુપ્રીમ કોર્ટે તેમની પાસેથી અંદાજે 92,000 કરોડની એડજસ્ટેડ કુલ આવક વસૂલવાની કેન્દ્રની અરજી સ્વીકારી હતી. આ ચુકાદાના કારણે ભારતી એરટેલ, વોડાફોન આઈડિયા અને અન્ય કંપનીઓએ રૂ.92,000 કરોડનો ફટકો પડ્યો છે.

ETV BHARAT

By

Published : Oct 25, 2019, 3:01 PM IST

ટેલિકોમ કંપનીઓને સુપ્રીમ કૉર્ટે જોરદાર આંચકો આપ્યો છે. સુપ્રીમ કૉર્ટે ટેલીકૉમ કંપની વિભાગની અરજીને મંજૂરી આપી છે. પરંતુ ટેલિકોમ કંપનીઓને દૂરસંચાર વિભાગના 92 હજાર કરોડ રૂપિયાથી વધુ ચૂકવવા પડશે. સુપ્રીમ કોર્ટે નિર્ણયમાં કહ્યું હતું કે, પૈસા ક્યારે આપવામાં આવશે, તે કોર્ટ નિર્ણય લેશે.

જસ્ટિસ અરૂણ મિશ્રા, જસ્ટિસ વિનીત સરન અને જસ્ટિસ એસ.કે. રવિન્દ્ર ભટની ત્રણ સભ્યોની બેંચે ટેલીકૉમ કંપની વિભાગ દ્વારા તૈયાર કરેલી એડજસ્ટેડ કુલ આવકની વ્યાખ્યા જાળવી રાખી છે.

આ મામલે નિર્ણયને લઈ સર્વોચ્ચ અદાલતે કહ્યું કે, અમે કંપનીઓની અરજીને નકારી કરી છે. જ્યારે કંપનીઓની અરજી સ્વીકારીએ છીએ. સર્વોચ્ચ અદાલતે કહ્યું કે તેણે ટેલિકોમ કંપનીઓની તમામ અરજીઓને નકારી છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે, કંપનીઓએ ટેલીકૉમ કંપની વિભાગને દંડ અને વ્યાજની રકમ પણ ચૂકવવાની રહેશે.

  • ભારતી એરટેલે રૂ.21,682,71 કરોડ
  • વોડાફોન આઈડિયાએ રૂ. 19,823.71 કરોડ
  • રિલાયન્સ કોમ્યુનિકેશન્સ- 16,456.47 કરો
  • એરસેલ-7,852 કરોડ
  • BSNL -2,098.72 કરોડ
  • MTNL - 2,537.48 કરોડ

ABOUT THE AUTHOR

...view details