સુપ્રીમ કોર્ટે લાલૂ યાદવની જામીન અરજી ફગાવી
ન્યૂઝ ડેસ્ક: સુપ્રીમ કોર્ટે બિહારના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રીય જનતા દળના પ્રમુખ લાલૂ પ્રસાદ યાદવની જામીન અરજી ફાગવી દીધી છે. લાલૂ યાદવ હાલ ઘાંસચારા કૌભાંડમાં જેલમાં સજા ભોગવી રહ્યા છે. લાલૂએ ખરાબ સ્વાસ્થ્યને લઈ જામીન માગ્યા હતા. ઝારખંડ હાઈકોર્ટમાં અરજી રદ થયા બાદ લાલૂ યાદવે સુપ્રીમના શરણે પહોંચ્યા હતાં.
લાલૂ યાદવ
હાલમાં જોઈએ તો લાલૂને રાંચીની રિમ્સ હોસ્પિટલમાં સારવાર ચાલી રહી છે. તેમની જામીન અરજી પર સુનાવણી કરતા પહેલા જ સીબીઆઈએ કોર્ટમાં તેનો વિરોધ કર્યો હતો. સીબીઆઈનું કહેવું છે કે, લોકસભા ચૂંટણીને ધ્યાને રાખી રાજકીય ગતિવિધીઓમાં સામેલ થઈ જામીનનો ખોટો ઉપયોગ કરી શકે છે. મુખ્યમંત્રી હતા ત્યારે આવો દુરઉપયોગ કરી ચૂક્યા છે.