મોદી-શાહ આચારસંહિતા ઉલ્લંઘન મામલો, સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ આપી - model code of conduct
ન્યૂઝ ડેસ્ક: વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહ વિરુદ્ધ કથિત રીતે આચારસંહિતા ઉલ્લંઘન પર સુપ્રીમ કોર્ટમાં આજે કોંગ્રેસના સાંસદ સુષ્મિત દેવે કરેલી અરજી પર સુનાવણી હાથ ધરવામાં આવી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને નોટિસ ફટકારી છે. આ મામલે આગામી સુનાવણી 2 મેના રોજ થશે.
ians
આ અંગે આજે સુપ્રીમ કોર્ટમાં રંજન ગોગોઈની ખંડપીઠે સુનાવણી હાથ ધરી હતી. દેવ તરફથી રોકાયેલા વકીલ અભિષેક મનુ સિંધવીએ આરોપ લગાવ્યો હતો કે, મોદી અને અમિત શાહ આચારસંહિતાનું ઉલ્લંઘન કર્યું છે અને ચૂંટણી પંચ તેમની ફરિયાદ પર કાર્યવાહી કરતું નથી. સિંધવીએ કહ્યું હતું કે, દેશમાં ચાર અઠવાડિયાથી આચાર સંહિતા લાગૂ છે. વડાપ્રધાન મોદી અને અમિત શાહ કથિત રીતે આચારસંહિતા ઉલ્લંઘન કરી રહ્યા છે.
Last Updated : Apr 30, 2019, 6:19 PM IST