ગુજરાત

gujarat

By

Published : May 6, 2020, 11:33 PM IST

ETV Bharat / bharat

કોરોનાએ તોડી SCની પરંપરા, વર્ચ્યુલી રિટાયર થયા જસ્ટિસ દીપક ગુપ્તા

સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (SCBA) દ્વારા જસ્ટીસ દીપક ગુપ્તાનો વર્ચુઅલ વિદાય સમારોહ યોજાયો હતો. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ.બોબડેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિદાય સમારંભની અધ્યક્ષતા કરી હતી.

supreme-court-judges-bid-virtual-adieu-to-justice-deepak-gupta
કોરોનાએ તોડી SCની પરંપરા, વર્ચ્યુલી રિટાયર થયા જસ્ટિસ દીપક ગુપ્તા

નવી દિલ્હીઃ સુપ્રીમ કોર્ટ બાર એસોસિએશન (એસસીબીએ) દ્વારા જસ્ટીસ દીપક ગુપ્તાનો વર્ચુઅલ વિદાય સમારોહ યોજાયો હતો. મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ એસ.એ.બોબડેએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વિદાય સમારંભની અધ્યક્ષતા કરી હતી. જસ્ટિસ દીપક ગુપ્તા લોકડાઉન દરમિયાન નિવૃત્ત થયા હતા. જસ્ટિસ ગુપ્તા આ રીતે નિવૃત્તિ લેનારા સુપ્રીમ કોર્ટના પહેલા ન્યાયાધીશ બન્યા છે.

પરંપરા મુજબ સુપ્રીમ કોર્ટમાં દરેક જજ તેના પહેલા અને છેલ્લા કામકાજના દિવસે ચીફ જસ્ટિસની સાથે તેમની બેંચ પર બેસે છે. એકથી વધારે જજ એક જ દિવસે જોઈન કરે છે, પરંતુ તેમની નિવૃત્તિની તારીખ અલગ અલગ હોય છે. દીપક ગુપ્તાને બધાએ શુભકામનાઓ પાઠવી હતી.

ABOUT THE AUTHOR

...view details