ગુજરાત

gujarat

હૈદરાબાદ એન્કાઉન્ટર: સુપ્રીમ કોર્ટ ત્રણ સભ્યોના પંચની રચના કરી, પંચ 6 મહિનામાં અહેવાલ આપશે

By

Published : Dec 12, 2019, 11:42 AM IST

Updated : Dec 12, 2019, 4:21 PM IST

સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ એન્કાઉન્ટરની તપાસના આદેશ આપ્યા છે. કોર્ટે કહ્યું છે કે આ કેસના કેટલાક મહત્વપૂર્ણ પાસા છે, જેની તપાસ કરવાની જરૂર છે. સુપ્રીમ કોર્ટે ત્રણ સભ્યોના એક પંસની રચના કરી છે. ભૂતપુર્વ ન્યાયમૂર્તિ વીએસ સિરપુરકરના વડપણમાં ત્રણ સભ્યના એક પંચની રચના કરી છે. ચીફ જસ્ટીસ એસએ બોબડેએ કહ્યું હતું કે, લોકોને એન્કાઉન્ટરની ખરી માહિતી જાણવાનો હક છે. અમારા હવે પછીના આદેશ સુધી કોઈ પણ કોર્ટ અથવા ઓથોરિટી આ કેસમાં કોઈ જ તપાસ કરશે નહીં.

હૈદરાબાદ એન્કાઉન્ટર
હૈદરાબાદ એન્કાઉન્ટર

  • સુપ્રીમ કોર્ટે હૈદરાબાદ પોલીસ એન્કાઉન્ટરની તપાસના આદેશ આપ્યા છે. આ કેસની સુનાવણી દરમિયાન સુપ્રીમ કોર્ટે કહ્યું કે, આ કેસના કેટલાક તત્વો છે, જેમની તપાસ થવી જોઈએ.

પોલીસે કોર્ટને કહ્યું કે, આરોપીની ઓળખ પર કોઈ શંકાનો પ્રશ્ન જ ઉભો થતો નથી. તેલંગાણા પોલીસ તરફથી વરિષ્ઠ એડવોકેટ મુકુલ રોહતગી કોર્ટમાં ચીફ જસ્ટિસ શરદ અરવિંદ બોબડે સમક્ષ દલીલો રજૂ કરી હતી.

વાંચો મુદ્દા સહિત સુપ્રીમ કોર્ટની સુનાવણી

  • ચીફ જસ્ટિસ અમે એન્કાઉન્ટરની નિષ્પક્ષ તપાસ કરવા ઇચ્છીએ છીએ.
  • મુકુલ રોહતગી (તેલંગાણા પોલીસના વકીલ): અમે આ મામલે તપાસનો વિરોધ કરતા નથી. અગાઉ સુપ્રીમ કોર્ટે નિવૃત્ત ન્યાયાધીશોની નિમણૂંક કરી હતી. તપાસની દેખરેખ માટે તેમની નિમણૂંક કરવામાં આવી છે.
  • ચીફ જસ્ટિસ: તપાસના પરિણામોનું મૂલ્યાંકન સમિતિ દ્વારા થવું જોઈએ.
  • રોહતગીએ એવા બનાવો ટાંક્યા જેમાં નિવૃત્ત ન્યાયાધીશની નિમણૂંક કરવામાં આવી હતી. તેમણે કહ્યું કે, કોઈ સમાંતર અજમાયશ ન થવી જોઇએ.
  • ચીફ જસ્ટિસ: જો તમે નિર્દોષ છો તો લોકોને સત્ય જાણવું જોઈએ. આપણે તથ્યોની કલ્પના નથી કરી શકતા.
  • ચીફ જસ્ટિસ કહ્યું કે, પોલીસે FIR દાખલ કરી છે કે, આરોપીઓએ તેમને ગોળી મારીને હત્યાના પ્રયાસ કર્યા હતા.મેલ થશે.
  • ચીફ જસ્ટિસ હત્યાનો પ્રયાસ કર્યો? હત્યા? મુકુલ રોહતગી: હા
  • ચીફ જસ્ટિસ અમે પોલીસની કાર્યવાહીની તપાસ કરી રહ્યો છે. કોઈ અભિયુકત નથી. આ માટે કોઈ ભ્રમ નથી.
  • મુકુલ રોહતાગી જજ કહી શકે છે કે, તમે 10 લોકો હતા. જ્યારે આરોપીએ હુમલો કર્યો તો કોઈ ઘાયલ કેમ ન થયા.
  • ચીફ જસ્ટિસ આરોપીઓએ તમારી પર હુમલો કર્યો, જેની ફરી તપાસ નહી થાય. તો કોણ તપાસ કરશે.
  • મુકુલ રોહતાગી દરેક એન્કાઉન્ટરમાં તમે જ તપાસના આદેશ આપો છે.
  • ચીફ જસ્ટિસ અમે તે નથી કહી રહ્યા કે, તમે દોષી છો. પરંતુ ખોટું કર્યું છે.
  • Last Updated : Dec 12, 2019, 4:21 PM IST

    ABOUT THE AUTHOR

    ...view details