મેષ: આજે આપ અતિશય સંવેદનશીલતા અનુભવશો. પરિણામે કોઇક દ્વારા આપની લાગણીને ઠેસ પહોંચવાનો પ્રસંગ ઉપસ્થિત થાય. આવી સ્થિતિમાં તમે પોતાનું વલણ નિષ્પક્ષ રાખશો અને દરેક બાબતને બીજાના દૃશ્ટિકોણથી પણ જોવાનો પ્રયાસ કરશો તો ઘણી બાબતે સ્પષ્ટતા આવશે. આજે આપને માતાને ખુશ રાખવાના વધુ પ્રયાસ કરવાની સલાહ છે. મકાનો કે જમીન અંગેના દસ્તાવેજો આજે ન કરવા. માનસિક વ્યગ્રતાને દૂર કરવા આધ્યાત્મિકતા યોગને સહારો લેવો. સ્ત્રીવર્ગ અને પાણીથી બચવાની સલાહ આપવામાં આવે છે. વિદ્યાભ્યાસ માટે સમય મધ્યમ છે. નિકટના લોકોના કાર્યમાં ઇચ્છા- અનિચ્છાએ જોડાવું પડે.
વૃષભ: આજે આપને વધુ પડતા સંવેદનશીલ અને લાગણીભર્યા વિચારો આવે જેના કારણે આપનું મન આર્દ્ર થઇ જાય. અન્ય તરફ આપનું વલણ પણ લાગણીશીલ રહે. કામકાજમાં અને નિર્ણય લેવામાં વધુ વ્યવહારુ અને તટસ્થ વલણ અપનાવવાની સલાહ છે. આજે આપ ચિંતા છોડીને સકારાત્મક વિચારસરણી સાથે આગળ વધશો તો ઘણા કાર્યો સરળતાથી પાર પાડી શકશો. આપ કલ્પનાશક્તિથી સર્જનાત્મક કાર્યો કરી શકશો. પરિવારજનો કે મિત્રો સાથે મિષ્ટભોજન આરોગવા મળે. કોઇ આકસ્મિક કારણસર પ્રવાસ કરવો પડે. નાણાકીય બાબતો ધ્યાનમાં લઇ તે અંગે આયોજન કરી શકો.
મિથુન: થોડા વિલંબ પછી આપના ધારેલા કાર્યો પાર પડતાં મનમાં હર્ષની લાગણી અનુભવશો. ખોરંભે ચડી ગયેલા નાણાકીય આયોજનમાં આપનો માર્ગ સરળ થતો જણાય. નોકરી વ્યવસાયના સ્થળે સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળતાં સુમેળભર્યું વાતાવરણ રહે. મિત્રો તેમજ શુભેચ્છકો સાથેનું મિલન આપનામાં આનંદનો સંચાર કરશે. પરિવારમાં સુખ શાંતિ રહેશે.
કર્ક: આજે આપના મનમાં લાગણી અને ભાવનાઓના ઘોડાપુર ઉમટશે અને તેના પ્રવાહમાં તમે રહેશો. દોસ્તો, સ્વજનો અને સગાંવ્હાલા તરફથી ભેટ સોગાદો અને તેમની સાથે મુલાકાતથી આપનું મન પુલકિત થઇ જશે. સાથે સાથે નિરામય આરોગ્યથી સોનામાં સુગંધ ભળશે. એટલે આપ સમગ્ર દિવસ ખૂબ આનંદમાં વિતાવવો. પ્રવાસ પર્યટન સુંદર ભોજન અને પ્રિયજનના સહવાસથી આપ રોમાંચિત રહેશો. પત્નીના સંગથી મન પ્રસન્ન રહેશે.
સિંહ: આજે કોર્ટ કચેરીને લગતા પ્રશ્નોમાં સાવધાનીપૂર્વક વર્તવાની સલાહ છે. મન આજે સંવેદનશીલતાથી આર્દ્ર રહેશે તેથી આપ ભાવનાઓના પ્રવાહમાં તણાઇને કોઇ અવિચારી નિર્ણય ના લેવાઈ જાય તેનું ધ્યાન રાખવું. મહિલાઓની બાબતમાં વિશેષ ધ્યાન આપવું. વાણી તથા વર્તનમાં જેટલી સ્પષ્ટતા અને પારદર્શકતા હશે એટલા તમે ફાયદામાં રહેશો. વિદેશથી સમાચાર મળે.
કન્યા: ઘર, પરિવાર અને વેપાર એમ તમામ ક્ષેત્રે આપના માટે લાભ પ્રતીક્ષા કરી રહ્યો છે. મિત્રો સાથે આનંદદાયક પ્રવાસ પર્યટન થાય તો દાંપત્યજીવનમાં પણ આપ વધુ ઘનિષ્ઠતા કેળવી શકશો. સ્ત્રી મિત્રો વિશેષ લાભકારી પુરવાર થશે. ધનપ્રાપ્તિ માટે પણ શુભ સમય છે. વેપારની ઉઘરાણી અર્થે પ્રવાસ થાય. અપરિણિતા માટે જીવનસાથીની તલાશમાં સફળતા મળે.