મળતી માહિતી મુજબ મૃતક આશાના ચાર દિકરા છે અને સૌથી નાના દિકરા દીપક પોતાની માતા સાથે રહેતો હતો, જેને નશો કરવાની પણ કુટેવ હતી. દીપકે નશાની હાલતમાં પોતાની માં પાસે પૈસા માગ્યા પરંતુ માંએ પૈસા આપવાનો ઇન્કાર કરતાં પોતાની માતાને શાકભાજી કાપવાના ચાકુથી જ હત્યા કરી નાખી. આશા દેવીની ઘટનાસ્થળે જ મોત થઇ ગઇ હતી. જે બાદ દીપક નશાની હાલતમાં પોતે જ મૉડલ ટાઉન પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો અને માતાની હત્યાની સમગ્ર વાત પોલીસને જણાવી હતી.
સગી માતાની હત્યા કરી યુવકે પોલીસ સ્ટેશનમાં જઈ જાતે જ જણાવી આપવીતી - Etv Bharat
નવી દિલ્હીઃ ઉત્તર પશ્ચિમી જિલ્લાના મૉડલ ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં વિજયનગર ઓલ્ડ ગુપ્તા કોલોની વિસ્તારમાં દીપક નામના યુવાને નશાની હાલાતમાં પોતાની માતાની ચાકુના ઘા મારીને હત્યા કરી છે. મૃતક મહિલાનું નામ આશા દેવી છે, જે પોતાના નાના દિકરા દીપક સાથે વિજયનગર વિસ્તારમાં રહેતી હતી. આરોપીની માતા ઘરોમાં સફાઇ કામ કરી રહી હતી.
ફાઇલ ફોટો
પોલીસે આરોપીની કરી ધરપકડ
પોલીસે આરોપી દીપકની ધરપકડ કરી જ્યારે તેના ઘરે પરત લાવી ત્યારે મૃતક મહિલા આશા દેવીનો લોહીથી તરબોળ મૃતદેહ અને બેડ શીટ તેમજ તકીયા પણ લોહીથી તરબોળ જોવા મળ્યા હતા. પોલીસે તરત જ કાર્યવાહી હાથ ધરી મૃતક આશા દેવીના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે જહાંગીર પુરી સ્થિત બાબુ જગજીવન રામ હોસ્પિટલમાં મોકલ્યો હતો અને દીપકની પોતાની માતાની હત્યા કરવાના આરોપમાં ધરપકડ કરી હતી.