નેશનલ ક્રાઈમ રિપોર્ટ બ્યૂરો (NCRB)એ છેલ્લા સપ્તાહમાં એક રિપોર્ટ જાહેર કર્યો હતો. આ રિપોર્ટમાં કહેવાયુ છે કે 2016માં ભારતની જેલોમાં બંધ 231 કેદીઓનું અકુદરતી મૃત્યુ નોંધાયા છે. રિપોર્ટમાં ખુલાસો કરાયો છે કે આ આંકડો 2015ની સરખામણીએ ડબલ છે.
કેદીઓની આત્મહત્યામાં 100 ટકાથી વધુનો વધારો: NCRB રિપોર્ટ
ન્યુઝ ડેસ્કઃ કેદીઓની આત્મહત્યામાં 100 ટકાથી વધુનો વધારો સામે આવ્યો છે. આ મામલે સૌથી અધિક વધારો ઉત્તર પ્રદેશમાં નોંધાયો છે. જૂઓ આ ખાસ અહેવાલમાં NCRBનો રિપોર્ટ
‘જેલ સ્ટૈટિસ્ટિક્સ ઈંડિયા 2016 (Prison Statistics India) ના રિપોર્ટ અનુસાર જેલોમાં અકુદરતી રીતે મૃત્યુ પામનારા કેદીઓની સંખ્યા 2015માં 115 થી 100.87 ટકા થી વધીને 2016માં 231 થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર 231 અકુદરતી રૂપથી થયેલા મૃત્યુમાંથી 102 કેદીઓએ આત્મહત્યા કરી છે, બીજા 14 કેદીઓની સાથી કેદી દ્વારા હત્યા કરાઈ છે, જ્યારે એક કેદીનું મૃત્યુ 2016માં અસામાજીક તત્વો દ્વારા હુમલો કરવાના કારણે થઈ છે.
ઉલ્લેખનિય છે કે, ત્રણ વર્ષ બાદ સામે આવેલા NCRBના આંકડાઓમાં કહેવાયું છે કે ઉત્તર પ્રદેશમાં આવી અકુદરતી મૃત્યુની સંખ્યા વધુ (56) છે, ત્યારબાદ મહારાષ્ટ્ર (47), પંજાબ (37) અને તામિલનાડુ (11) નંબરે છે. 102 આત્મહત્યાના કેશમાં ઉત્તર પ્રદેશમાં 20 કેદીઓએ આત્મહત્યા કરી છે, તમિલનાડુ અને હરિયાણામાં 9-9 અને પંજાબ અને રાજસ્થાનમાં 8-8 આત્મહત્યા થઈ છે