ગુજરાત

gujarat

ઉદયપુરમાં મોડાસાના પરિવારે કર્યો સામૂહિક આપઘાત, 2ના મોત, 2ની હાલત ગંભીર

By

Published : Dec 11, 2019, 8:27 PM IST

Updated : Dec 11, 2019, 9:44 PM IST

રાજસ્થાન: ઉદયપુરના ગોવર્ધન વિલાસ વિસ્તારની હર્ષ હોટલમાં ગુજરતના વેપારી મિનેશે તેમના પરિવાર સહિત 4 લોકો સાથે આપઘાતનો પ્રયાસ કર્યો હતો. જેમાં મિનેશ અને તેમની પત્નીનું ઘટના સ્થળે મોત થયું છે. તેમના બાળકોની હાલત ગંભીર છે. આ સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

રાજસ્થાન
etv bharat

ઉદયપુરના ગોવર્ધન વિસ્તારમાં આવેલી હોટલમાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. હોટલના રૂમમાં જ પરિવારે ઝેર પીને પરિવારે સામૂહિક આપઘાતનો પ્રયાસ કર્યો હતો. પહેલા પતિ અને પત્નીએ ત્યારબાદ તેમના બે સંતાનોએ ઝેર ગટગટાવ્યું હતું. જેમાં પતિ-પત્નીનું હોટલના રૂમમાં જ મોત થયું હતું. જ્યારે બંને બાળકોને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યાં બંનેની હાલત નાજૂક હોવાનું જાણવા મળે છે.

ઉદયપુરમાં મોડાસાના પરિવારે કર્યો સામૂહિક આપઘાત, 2ના મોત, 2ની હાલત ગંભીર

જ્યારે એક જ પરિવારના 4 લોકોએ ઝેરી દવા ખાધી હતી. હોટલના કર્માચારીઓએ રુમની તપાસ કરતા પતિ-પત્ની અને તેમના બાળકો બેભાન અવસ્થામાં જોવા મળતા તેમને સારવાર અર્થ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પરિવારના ચારેય સભ્યોને એમબી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

પોલીસે પતિ-પત્નીના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થ ખસેડવામાં આવ્યા છે. જ્યારે બંને બાળકોને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે. આ સમગ્ર મામલે પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસને હજૂ આત્મહત્યાનું કોઈ ચોકક્સ કરાણ સામે આવ્યું નથી.

Last Updated : Dec 11, 2019, 9:44 PM IST

ABOUT THE AUTHOR

...view details