અલીગઢ: મુસ્લિમ યુનિવર્સિટીની છાત્રાલયોમાં રહેતા કેરળ અને મણિપુરના વિદ્યાર્થીઓને બે અલગ અલગ બસોમાં તેમના ઘરે લઈ જવામાં આવ્યા હતા. મણિપુરના વિદ્યાર્થીઓને બસ દ્વારા મુરાબાદ રેલવે સ્ટેશન પર મોકલવામાં આવ્યા હતાં. જ્યાંથી તે મણિપુર જતી ટ્રેનમાં સવાર થયા હતા. તે જ રીતે કેરળના વિદ્યાર્થીઓને બસ દ્વારા નવી દિલ્હી રેલવે સ્ટેશન લઈ જવામાં આવ્યા હતાં. જ્યાંથી તેઓએ કેરળ જતી ટ્રેન પકડી હતી.
કેરળ અને મણિપુરમાં ફસાયેલા વિદ્યાર્થીઓને AMUની મદદથી વતન મોકલવામાં આવ્યા - Hostel of Aligarh Muslim University
મુસ્લિમ યુનિવર્સિટીની છાત્રાલયોમાં રહેતા કેરળ અને મણિપુરના વિદ્યાર્થીઓને પરીક્ષા ન હોવાને કારણે મે-જૂનમાં તેમના ઘરે જવા માંગતા હતા. જેથી AMU પ્રશાંસન સને તેમના માટે બસોની વ્યવસ્થા કરી હતી.
અગાઉ, DSW પ્રોફેસર મુજાહિદ બેગ દ્વારા મણિપુરના વિદ્યાર્થીઓને સેનિટાઇઝરની 50 બોટલ અને 50 ફેસ માસ્ક અને કેરળના વિદ્યાર્થીઓને 30 બોટલ સેનેટાઈઝર અને 30 ફેસ માસ્કનું વિતરણ કરાયું હતું. પ્રોફેસર બેગે જણાવ્યું કે, સાંજે એક વિશેષ ટ્રેન અલીગથી ગોહાટી માટે ઉપડશે.
આ ટ્રેન પટણા અને રાંચી રેલવે સ્ટેશન પર પણ રોકાશે. જેની સાથે AMUના વિદ્યાર્થીઓ રવાના થશે. પ્રો.બેગે જણાવ્યું હતું કે, આવતીકાલે સવારે પશ્ચિમ બંગાળના વિદ્યાર્થીઓ માટે અલીગથી મથુરા રેલવે સ્ટેશન તરફ એક બસ લેવામાં આવશે. તેમણે જણાવ્યું હતું કે, મથુરાથી AMUના વિદ્યાર્થીઓને ટ્રેન દ્વારા પશ્ચિમ બંગાળ તેમના ઘર છોડવામાં આવશે.