અયોધ્યાઃ 5 ઓગસ્ટના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા રામ મંદિરનું ભૂમિ પૂજન કરવામાં આવશે. ભૂમિ પૂજન સવારે 11થી બપોરે 1-30ની વચ્ચે અભિજાત મૂહુર્તમાં કરવામાં આવશે. જ્યારે રામ મંદિર બનવાનું ચાલુ થશે, ત્યારે એક અનુમાન મુજબ 3.5 વર્ષમાં મંદિરનું બાંધકામ પૂર્ણ થઈ જશે. આ રામ મંદિર વિશ્વમાં હિન્દુઓનું સૌથી મોટું મંદિર હશે.
ભૂમિ પૂજન શું હોય છે ?
બાંધકામ કરતાં પહેલાં કે ખેતીની પ્રક્રિયા કરતાં પહેલા ભૂમિ પૂજન કરવામાં આવે છે. હિન્દુઓમાં ભૂમિનું મહત્વ રહેલું છે. કોઈ પણ બાંધકામ પહેલા ભૂમિના આશીર્વાદ લેવા માટે ભૂમિ પૂજન કરવામાં આવે છે.
મંદિરની રચના
- મંદિરનો પાયો 15 ફૂટ ઉંડો હશે. મંદિરને 8 સ્તર હશે, દરેક સ્તર 2 ફૂટનું હશે.
- રામ મંદિરની ઉંચાઈ 161 ફૂટ હશે અને 5 ગુંબજ હશે. મંદિર 140 ફૂટ પહોળું હશે.
- આ મંદિર 69 એકરમાં બનશે. આ એવું પહેલું મંદિર હશે જેને 5 ગુંબજ હશે.
- આ મંદિર 3 માળનું હશે. જેમાં 318, 106 પિલર હશે.
- આ પિલર હિન્દુ માન્યતાઓ પ્રમાણે બનાવવામાં આવશે.
- સંતોની સલાહ મુજબ ભગવાન હનુમાન અને ભગવાન કૃષ્ણની મૂર્તિને પ્રસ્થાપિત કરવામાં આવશે.
- મંદિરમાં ઘણી જગ્યાઓ આપવામાં આવશે જ્યાં ભક્તો બેસીને પૂજા કરી શકે.
- મંદિરની રચના પ્રદક્ષિણાને ધ્યાનમાં રાખીને કરવામાં આવી છે.
- મંદિરમાં 5 દ્વાર હશે. સિંહ દ્વાર, નૃત્ય મંડપ, રંગ મંડપ, પૂજા રુમ અને સૌથી મહત્વનું ગર્ભ ગૃહ.
- રામ ભગવાનની મૂર્તિને ગ્રાઉન્ડ ફ્લોર ઉપર જ રાખવામાં આવશે.
મંદિર માટે ઇંટો, રેતી અને માટી
- મંદિરનો પાયો નાખવા માટે ગયા ધામની 40 કિલો ચાંદીની ઇંટ અને ફાલ્ગુ નદીની રેતીનો ઉપયોગ કરવામાં આવશે.
- 'ભૂમિપૂજન' સમારોહ દરમિયાન પાંચ ચાંદીની ઇંટો પણ ગોઠવવામાં આવશે. માનવામાં આવે છે કે પાંચ ઇંટો હિન્દુ પૌરાણિક કથા અનુસાર પાંચ ગ્રહોનું પ્રતીક છે.
- સંગમમાંથી માટી અને પાણી - ગંગા, યમુના અને પૌરાણિક સરસ્વતીના સંગમ - 'ભૂમિપૂજન' માટે અયોધ્યા લઈ જવામાં આવશે.
- રાષ્ટ્રીય રાજધાનીના 11 પવિત્ર સ્થળો, જેમાં મંદિરો અને ગુરુદ્વારોનો સમાવેશ થાય છે, ત્યાંથી પણ માટી અને રેતીનો ઉપયોગ કરવામાં આવશે.