એક તરફ 130 મહિલા, 7 બાળકો અને 45 સાધુઓ સહિત 1228 યાત્રાળુઓએ પહેલગામ માર્ગ પસંદ કર્યો છે જ્યારે બીજી તરફ 203 મહિલાઓ, 10 બાળકો સહીત 1,006 ભક્તોએ બાલટાલ માર્ગથી યાત્રા કરી રહ્યા છે. આ શ્રદ્ધાંળુઓ રવિવારે સાંજ સુધી બે બેઝ કેમ્પ પહોંચ્યા જ્યાંથી તેઓ સોમવારે સવારે રવાના થાયા હતા.
અમરનાથ યાત્રાનો આરંભ, યાત્રાળુઓ માટે સુરક્ષાની મજબૂત વ્યવસ્થાઓ - Jammu kashmir
ન્યૂઝ ડેસ્કઃ હિંદુઓના પવિત્ર તીર્થ સ્થળ તરીકે જાણીતા અમરનાથ ગુફાના દર્શન માટે જમ્મૂ કાશ્મીરમાં સ્થિત બાલટાલ બેસ કેમ્પથી યાત્રાળુંનો પ્રથમ જથ્થો રવાના થઈ ચુક્યો છે. 45 દિવસની અમરનાથ યાત્રા સોમવારે ઔપચારિકતા સાથે શરૂ થઈ ગઈ છે અને 15 ઓગષ્ટ શ્રાવણ પૂર્ણિમાના દિવસે આ યાત્રાનું સમાપન થશે.
યાત્રાળુઓના પ્રથમ જથ્થામાં 1,051 લોકો ઉત્તર કાશ્મીરના બાલટાલ બેઝ કેમ્પથી રવાના થયા છે. અને 1,183 લોકો પહેલગામ બેઝ કેમ્પ માટે રવાના થયા છે. યાત્રાળું ભક્તોમાં 1,839 પુરુષો, 333 સ્ત્રીઓ, 45 સાધુઓ અને 17 બાળકો છે. જમ્મુ-કાશ્મીરના ડીજીપી દિલબાગ સિંહે અમરનાથ તીર્થયાત્રાને ધ્યાનમાં રાખીને રવિવારના રોજ શ્રીનગર-જમ્મુ રાષ્ટ્રીય ધોરીમાર્ગની સુરક્ષા વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી.
યાત્રાના સંદર્ભમાં એક પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, 45 દિવસ સુધી ચાલનારી આ તીર્થયાત્રા માટે સિંહે ટ્રાફિક જાળવવાની વ્યવસ્થાઓની સમીક્ષા કરી હતી. તેમણે અનેક સ્થળોની તપાસ કરી અને વૉલનટ ફેક્ટરી, મીર બજાર અને પંથા ચૌક પર બનેલા શિબિરોમાં રહેલા યાત્રાળુંઓની મુલાકાત લીધી હતી.