ગુજરાત

gujarat

ETV Bharat / bharat

પરપ્રાતીયોની વતન વાયસી પર CM યોગીએ યોજી સમીક્ષા બેઠક - UPના સીએમ આદિત્યનાથ

ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સરકારી નિવાસસ્થાને સમીક્ષા બેઠક યોજી હતી. જેમાં સુચના આપવામાં આવી છે કે કોઈ પણ પરપ્રાંતીય મજૂર પગપાળા અથવા બાઇક, ટ્રકો સહિતના અન્ય ગેરકાયદેસર અને અસુરક્ષિત વાહનો દ્વારા રાજ્યના સરહદી વિસ્તારોમાં ન આવે.

UPના સીએમ આદિત્યનાથ
UPના સીએમ આદિત્યનાથ

By

Published : May 16, 2020, 10:52 PM IST

લખનઉ: મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે સ્થળાંતર કામદારોને પગપાળા, ટુ વ્હીલર અથવા અન્ય કોઇ અસુરક્ષિત વાહન દ્વારા મુસાફરી ન કરવા અપીલ કરી છે. તેમણે શ્રમિકોને સરકારી વાહનોથી આદરપૂર્વક તેમના ઘરે પહોંચવાની ખાતરી આપી છે. તેમણે કહ્યું કે, સરકાર યુદ્ધના ધોરણે પાછા લાવવાનની વ્યવસ્થા કરી રહી છે.

રાજ્ય સરકાર સ્થળાંતર શ્રમિકોને રાજ્યમાં વિના મૂલ્યે ટ્રેન દ્વારા લાવી રહી છે. બહારથી આવેલા કામદારોને સમ્માનપૂર્વક રીતે તેમના ઘરે લાવવા જોઈએ. એમાં બેદરકારી સહન કરવામાં નહીં આવે. મુખ્યપ્રધાને દરેક ગામમાં અલ્ટ્રા થર્મોમીટર માટેની વ્યવસ્થા કરવા નિર્દેશ આપ્યો છે. પરીક્ષણ કાર્યક્ષમતા વધારવા માટે પણ કહ્યું હતું.

આ સપ્તાહ સુધીમાં પરીક્ષણ ક્ષમતા દરરોજ 10 હજાર પરીક્ષણો સુધી વધારવા જણાવ્યું હતું. વેન્ટિલેટરના સરળતાથી સંચાલન માટે દરેક જિલ્લામાં પ્રશિક્ષિત ડોકટરો અને પેરામેડિકલની ઉપલબ્ધતા હોવી જોઈએ તેમ પણ જણાવ્યું.

ABOUT THE AUTHOR

...view details