લખનઉ: ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં ખાતરના થઈ રહેલા કાળા બજાર પર કડક વલણ અપનાવ્યું છે. આ માટે તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે, ખાતરની કાળાબજારી કરનારા સામે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
ઉત્તરપ્રદેશમાં ખાતરની કાળાબજારી કરનારા સામે કડક કાર્યવાહી થશે: CM યોગી આદિત્યનાથ - સીએમ યોગીએ કોવિડ -19 નું તબીબી પરીક્ષણ
ઉત્તરપ્રદેશના સીએમ યોગી આદિત્યનાથે રાજ્યમાં ખાતરના થઈ રહેલા કાળા બજાર પર કડક વલણ અપનાવ્યું છે. આ માટે તેમણે સ્પષ્ટ સૂચના આપી છે કે, ખાતરની કાળાબજારી કરનારા સામે NSA હેઠળ કાર્યવાહી કરવામાં આવશે.
સીએમ યોગી આદિત્યનાથે મંગળવારે બેઠક દરમિયાન અધિકારીઓને નિર્દેશ આપતા કહ્યું કે, રાજ્ય સરકારે ખાતરની પૂરતી વ્યવસ્થા કરી છે, તેથી ખેડૂતોને સમયસર ખાતર મળતું રહે તે સુનિશ્ચિત કરવું જોઈએ. ખાતરની કાળાબજારી ન થવી જોઈએ. જો ક્યાંય પણ ખાતરની કાળાબજારી થાય છે, તો તેમાં સામેલ લોકો સામે એનએસએ હેઠળ કાર્યવાહી થવી જોઇએ.
સીએમ યોગીએ મંગળવારે અનલોકની વ્યવસ્થાની સમીક્ષા બેઠક દરમિયાન કાનપુર, લખનઉ, ગોરખપુર, વારાણસી અને બલિયામાં વિશેષ તકેદારી જાળવવા સૂચના આપી છે. આ જિલ્લાઓમાં વધુ સંખ્યામાં કોરોના તપાસની સૂચના પણ આપી છે. તેમણે કહ્યું કે, આ સંદર્ભે અસરકારક વ્યૂહરચના તૈયાર કરી તેનો અમલ થવો જોઈએ.