જમ્મુ-કાશ્મીરમાંથી કલમ 370 દુર કરવાને લઈ સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદમાં ચાલી રહેલી બેઠક ખત્મ થઈ ગઈ છે. બેઠકમાં સદસ્ય દેશોએ બંને રાષ્ટ્રોને શાંતી બનાવી રાખવાનું જણાવ્યું હતું.
UNSC બેઠકમાં ભારતે જવાબ આપતા કહ્યુંઃ કાશ્મીર અમારો અંગત મુદ્દો છે
ન્યુઝ ડેસ્કઃ બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અકબરૂદ્દીને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા હતાં અને જણાવ્યું હતુ કે, કાશ્મીર અને આર્ટીકલ 370ને દુર કરવાનો મામલો ભારતનો અંગત મુદ્દો છે.
બેઠક બાદ સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના રાજદૂત અકબરૂદ્દીને પત્રકારોના પ્રશ્નોના જવાબ આપ્યા. તે દરમિયાન જણાવ્યું હતુ કે, કાશ્મીર અને આર્ટીકલ 370 દુર કરવાનો મામલો ભારતનો અંગત મુદ્દો છે. માત્ર ભારત જ નક્કી કરી શકે છે કે, તે અંગત મુદ્દાને હલ કરે. તેમણે કહ્યું કે, જ્યાં સુધી કાશ્મીરમાં તણાવનો પ્રશ્ન છે ભારતે તેની પર સારી રીતે કામ કર્યું છે, અને સોમવારથી રાજ્યમાં તમામ સ્કૂલ-કોલેજો ખુલી જશે.
અકબરૂદ્દીને કહ્યું કે, કેટલાક લોકો કાશ્મીરમાં અશાંતી અને અસ્થિરતા ફેલાવવા માગે છે પરંતુ, ભારત શાંતી અને પ્રગતિના રસ્તા પર જમ્મુ-કાશ્મીરને આગળ લઈ જશે. તેમણે કહ્યું કે, કેટલાક લોકો જેહાદના નામે કાશ્મીરમાં આતંકવાદ અને હિંસા ફેલાવવા માગે છે. પરંતુ, અમે તેવુ થવા નહીં દઈએ. કાશ્મીર દ્વીપક્ષિય મુદ્દો છે અને અમે પાકિસ્તાન સાથે શાંતી પૂર્ણ વાર્તા માટે હંમેશા તૈયાર રહ્યા છીએ, જોકે, આતંકવાદ તેમાં હંમેશા અડચણ ઉભુ કરે છે.