ગુજરાત

gujarat

ETV Bharat / bharat

આતંકી હુમલાના ખતરાથી અમરનાથ યાત્રા સ્થગિત, તમામ યાત્રિઓને પાછા બોલાવ્યા - પાકિસ્તાન

જમ્મુ: જમ્મુ કાશ્મીરમાં એક શંકાસ્પદ સુરંગ મળી આવી છે, જેને લઈ ત્યાંના અમરનાથ યાત્રિઓને પાછા બોલાવી લેવામાં આવ્યા છે. સરકારે તમામ સહેલાણીઓને જમ્મુ કાશ્મીરમાંથી પાછા બોલાવી લીધા છે.

file

By

Published : Aug 2, 2019, 4:33 PM IST

Updated : Aug 2, 2019, 6:36 PM IST

અમરનાથ યાત્રાના રસ્તામાં ભારતીય સેનાના અમેરિકી સ્નાઈપર રાઈફલ -24ની ધપરકડ કરવામાં આવી છે. આ ઉપરાંત પાકિસ્તાનની ષડયંત્રોની પોલ ખુલ્લી પાડતી અમુક સુરંગ પણ મળી આવી છે. જેને લઈ સેના દ્વારા આદેશ આપવામાં આવ્યો છે કે, હાલ અહીં ઓપરેશન ચાલું છે, અને ત્યાં હજુ પણ વધારે સુરંગ મળી આવે તેવી આશંકા છે.

અમરનાથ યાત્રા સ્થગિત

ભારતીય સેનાએ શુક્રવારના રોજ એક પ્રેસ કોન્ફરન્સ કરી જાહેરાત કરી હતી કે, આતંકીઓને અમરનાથ યાત્રાને નિશાન બનાવી પ્લાન બનાવી રાખ્યો હોવાથી આ અંગેની તપાસ ચાલી રહી છે. જેને લઈ રસ્તામાં અનેક જગ્યાએ શંકાસ્પદ સુરંગ મળી આવી છે. સેના અહીં હાલ ઓફરેશન કરી રહ્યા છે. આ વાત પરથી એટલું સ્પષ્ટ છે કે, પાકિસ્તાન હજૂ પણ આતંકીઓનો સાથ આપી રહ્યું છે.

Last Updated : Aug 2, 2019, 6:36 PM IST

ABOUT THE AUTHOR

...view details