મોંઘવારી તથા આર્થિક મંદી મુખ્ય કારણ
મૂર્તિકારોને આ અંગે કહેવું છે કે, ગણેશ ચતુર્થી પર બજાર સુમસામ પડ્યા છે. જેનું કારણ છે મોંઘવારી તથા આર્થિક મંદીના પગલે લોકો ઘરની બહાર નિકળી મન મુકી ખરીદી કરતા અચકાઈ રહ્યા છે.
મંદીની ઝપટમાં આવ્યા બપ્પા ! ગણેશ ચતુર્થી પર મૂર્તિ બજાર ઠંડુ - statue market
નવી દિલ્હી: સમગ્ર દેશમાં આજે ભાવિક ભક્તો દ્વારા વિધ્નહર્તા બપ્પા ગણપતિની ધામધૂમ પૂર્વક ઉજવણી થઈ રહી છે, જો કે, દર વર્ષ કરતા આજે વર્ષે થોડોક ફિક્કો માહોલ જોવા મળી રહ્યો છે. અર્થવ્યવસ્થામાં આવેલી મંદીની ઝપટમાં વિધ્નહર્તા ખુદ આવી ગયા છે. દર વર્ષે આ પર્વમાં મૂર્તિ વેચાણનો મોટો કારોબાર જોવા મળે છે. જો કે, આ વર્ષે જોઈએ તેટલો માહોલ નથી. બજરા ઠંડા પડ્યા છે.
મૂર્તિઓના વેચાણમાં મોટો ઘટાડો
આ દિવસે ભક્તો ગણેશ મૂર્તિઓને પોતાના ઘરમાં સ્થાપના કરે છે. 11 દિવસની પૂજા અર્ચના બાદ ગણપતિનું વિસર્જન કરે છે. આ તહેવાર સમગ્ર દેશમાં મનાવવામાં આવે છે. જો કે, આ વર્ષ ભક્તજનોની સાથે સાથે મૂર્તિકારોમાં પણ નિરાશા જોવા મળી રહી છે. જેનું કારણ છે મોંઘવારી તથા આર્થિક મંદી.
મૂર્તિકારોના જણાવ્યા અનુસાર દર વર્ષની માફક આ વર્ષે મૂર્તિઓના વેચાણમાં ભારે ઘટાડો જોવા મળી રહ્યો છે. મૂર્તિઓની કિંમત 100 રુપિયાથી લઈ હજારો રુપિયામાં તેની કિમત આંકવામા આવે છે. જો કે, આ વર્ષે લોકો ડરતા ડરત મૂર્તિઓ ખરીદી રહ્યા છે, તો વળી બજારમાં જોઈએ તેટલો વેપાર ન થતાં વેપારીઓમાં પણ નિરાશા વ્યાપી છે.