લખનઉ: બાબરી ધ્વંસ કેસ મામલે સીબીઆઇની ખાસ અદાલતમાં ચાલી રહેલી કાર્યવાહી દરમિયાન શુક્રવારે ગાંધી યાદવનું સ્ટેટમેન્ટ લેવામાં આવ્યું હતું જ્યારે શનિવારે પવન પાંડે નું સ્ટેટમેન્ટ લેવામાં આવશે.
સ્ટેટમેન્ટ આપવા માટે ત્રણ આરોપીઓ અદાલતમાં પહોંચ્યા હતા પરંતુ ફક્ત ગાંધી યાદવનું જ સ્ટેટમેન્ટ લેવામાં આવતા બાકીના આરોપીઓનું સ્ટેટમેન્ટ શનિવારે તથા સોમવારે લેવાશે.
બાબરી ધ્વંસ કેસ મામલે સીબીઆઇની ખાસ અદાલતમાં આરોપીઓના સ્ટેટમેન્ટ લેવાયા પવન પાંડે નું સ્ટેટમેન્ટ શનિવારે જ્યારે પૂર્વ સાંસદ રામવિલાસ વેદાંતીનું સ્ટેટમેન્ટ સોમવારે લેવાશે.
બચાવ પક્ષના વકીલ કે કે મિશ્રાના જણાવ્યા મુજબ CBIની તપાસ માં સાક્ષીઓએ આપેલી જુબાની મુજબ દરેક આરોપી માટે અદાલત દ્વારા 1024 પ્રશ્નો તૈયાર કરવામાં આવ્યા છે. જે કાર્યવાહી દરમિયાન તેમને પૂછવામાં આવશ.