ગુજરાત

gujarat

ETV Bharat / bharat

નેપાળે બંધક બનાવેલા બિહારી ખેડૂત લગન રાયને મુક્ત કર્યો, જાણો લગનની આપવીતી...

બિહારમાં શુક્રવારે નેપાળ આર્મ્સ બોર્ડર ફોર્સના જવાનોએ ખેતરોમાં કામ કરતા ભારતીય મજૂરો પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મજૂર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન નેપાળ આર્મ્સ બોર્ડર ફોર્સના જવાનોએ ભારતથી સોનબર્સા પોલીસ સ્ટેશન વિસ્તારના જાનકીનગર ગામના રહેવાસી લગન રાયને બંદી બનાવી નેપાળના પારસા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો. જોકે, ડીએમ અને એસપીની પહેલ બાદ બંધક બનાવી રાખેલા લગન રાયને શનિવારે મુક્ત કરાયો હતો.

statement-of-indian-hostage-after-releasing-from-nepal
નેપાળે બંધક બનાવેલા બિહારી ખેડૂત લગન રાયને મુક્ત કર્યો, જાણો લગનની આપવીતી...

By

Published : Jun 13, 2020, 5:04 PM IST

સીતામઢીઃ બિહારમાં શુક્રવારે નેપાળ આર્મ્સ બોર્ડર ફોર્સના જવાનોએ ખેતરોમાં કામ કરતા ભારતીય મજૂરો પર ફાયરિંગ કર્યું હતું. આ ઘટનામાં એક મજૂરનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. જ્યારે અન્ય ત્રણ મજૂર ગંભીર રીતે ઘાયલ થયા છે. આ દરમિયાન નેપાળ આર્મ્સ બોર્ડર ફોર્સના જવાનોએ ભારતથી સોનબર્સા પોલીસ સ્ટેશન વિસ્તારના જાનકીનગર ગામના રહેવાસી લગન રાયને બંદી બનાવી નેપાળના પારસા પોલીસ સ્ટેશન લઈ જવાયો હતો.

જો કે, ડીએમ અને એસપીની પહેલ બાદ બંધક બનાવી રાખેલા લગન રાયને શનિવારે મુક્ત કરાયો હતો. નેપાળથી આવ્યા પછી ખેડૂત લગન રાયે તેની સાથે થયેલી દુર્ઘટના સંભળાવી હતી. ખેડૂત લગન રાયે જણાવ્યું હતું કે, નેપાળ આર્મ્સ ફોર્સના જવાનોએ બાનમાં લીધા બાદ ત્યાં પારસા પોલીસ સ્ટેશન લઈ ગયા હતા. અહીં પૂછપરછ કર્યાં બાદ નેપાળના સૈનિકોએ લગનને કહ્યું હતું કે, તારી નેપાળમાં જ ધરપકડ કરવામાં આવી હતી, પરંતુ લગને આ વાતનો સ્પષ્ટ ઇનકાર કર્યો હતો.

સમગ્ર ઘટનાની રાત્રે ડીએમ અભિલાષા કુમારી શર્મા અને એસપી અનિલ કુમારની પહેલ બાદ બંને દેશો વચ્ચે સમજૂતી થઈ હતી. આ મોડી રાત બાદ લગન રાયને નેપાળ પોલીસે ભારતીય અધિકારીઓના હવાલે કર્યો હતો. અહીંથી જિલ્લા વહીવટીતંત્રે લગનને તેના ઘરે મોકલી આપ્યો હતો.

મહત્વનું છે કે, શુક્રવારે ફાયરિંગની ઘટના બાદ ભારત-નેપાળ સરહદ પર તણાવ વ્યાપી ગયો હતો. સરહદને અડીને આવેલા ગામ શાંત છે. આ સાથે જ ફાયરિંગની ઘટના અંગે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. બંને દેશોના સૈનિકો પોતપોતાની સરહદ પર તૈનાત છે. ભારતીય સીમા પર એસએસબીના જવાનો તહેનાત છે, તો સામે નેપાળ સશસ્ત્ર દળના જવાનો નેપાળની સરહદ પર તૈનાત છે.

સોનબર્સા પોલીસ સ્ટેશન વિસ્તારના જાનકી નગરમાં રહેતા નાગેશ્વર રાયનો 25 વર્ષીય પુત્ર વિકેશ રાય નેપાળ પોલીસ દ્વારા કરાયેલા ફાયરિંગમાં મોત નીપજ્યો હતો. વિકેશ મૃત્યુ બાદ સ્થાનિકોએ લગન રાયની મુક્તિને લઇને વિકેશના મૃતદેહને સરહદ પર લઈ જઈ દેખાવ કર્યો હતો. આ સાથે જ્યારે નેપાળ સશસ્ત્ર દળના જવાનોએ લગનને મુક્ત કર્યો ત્યારે શનિવારે સવારે ગ્રામજનોએ વિકેશના મૃતદેહનો અંતિમ સંસ્કાર કર્યો હતો.

ABOUT THE AUTHOR

...view details