નવી દિલ્હી : વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે મધ્યપ્રદેશ, કેરળ અને આંધપ્રદેશના સ્થાપના દિવસની શુભેચ્છા પાઠવી હતી. 1 નવેમ્બર 1956માં મધ્યપ્રદેશ, કેરળ અને આંધપ્રદેશ અસ્તિત્વમાં આવ્યા હતા. વડાપ્રધાને ટ્વીટ કરી કહ્યું કે, આ રાજ્યોના નાગરિકોએ સાર્વજનિક જીવનમાં કામયાબી મેળવી છે.
મધ્યપ્રદેશ વાસીઓને સ્થાપના દિવસ પર અભિનંદન
પીએમ મોદીએ મધ્યપ્રદેશના રહેવાસીઓને સ્થાપના દિવસ પર અભિનંદન આપતાં કહ્યું કે, રાજ્યના સ્થાપના દિવસ પર મધ્ય પ્રદેશવાસીઓને ખુબ ખુબ અભિનંદન. પીએમે કહ્યું કે, એમપી મહત્વપૂર્ણ ક્ષેત્રોમાં નોંધપાત્ર પ્રગતિ કરી રહ્યું છે. તેમજ સ્વનિર્ભર ભારતના સપનાને સાકાર કરવામાં મોટો ફાળો આપી રહ્યું છે.
કેરળવાસીઓને સ્થાપના દિવસ પર અભિનંદન
કેરળનાવાસીઓને રાજ્યની સ્થાપના દિવસ પર શુભકામના આપતા પીએમ મોદીએ કહ્યું કે, કેરળના શાનદાર લોકોને રાજ્ય સ્થાપના દિવસની શુભકામના. જેમણે બારતના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે. કેરળની સુંદરતાએ આખી દુનિયાના સહેલાણીઓ માટે ખુબસુરત સ્થળ બનાવી દીધું છે. હું કેરળના નિયમિત વિકાસ માટે પ્રાર્થના કરૂ છું.
આંધ્રપ્રદેશ વાસીઓને સ્થાપના દિવસ પર અભિનંદન
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજ્ય સ્થાપના દિવસ પર આંધ્રપ્રદેશના લોકોને પણ શુભેચ્છા પાઠવી છે. પીએમ મોદીએ ટ્વીટ કર્યું છે કે, આંધ્રપ્રદેશના લોકો સખત મહેનત અને મિત્રતાની ભાવનાનો પર્યાય બની ગયા છે, આંધ્રપ્રદેશ રાજ્યના સ્થાપના દિન નિમિત્તે હું રાજ્યના તમામ નાગરિકોના વિકાસની ઇચ્છા કરું છું.